________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
જૈન રામાયણ
સુભટોએ શ્રી રામ, લક્ષ્મણનો જય પોકાર્યો.
બિભીષણ રાક્ષસેશ્વરના મૃતદેહ ત૨ફ જોઈ રહ્યો હતો. તેની આંખો સજલ બની ગઈ. તેનું હૃદય ભાતૃવિરહથી વ્યાકુળ બની ગયું. તે ૨થ પરથી નીચે કૂદી પડયો અને જ્યાં રાક્ષસેશ્વરનો દેહ પડ્યો હતો ત્યાં દોડી ગયો. ‘હે ભ્રાતા.. કે ભ્રાતા...' કરતો બિભીષણ રાવણના દેહ પાસે બેસી ગયો. તે કરુણ વિલાપ કરવા લાગ્યો.
લંકામાં રાક્ષસેશ્વરના વધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. અંતઃપુરમાં આ દુ:ખદાયી સમાચાર પહોંચતાં જ કાળો કલ્પાંત શરૂ થયો. મંદોદરી આદિ રાણીઓ ત્વરિત ગતિએ યુદ્ધમેદાન પર આવી પહોંચી. પ્રાણ વિનાના પ્રાણનાથના લોહીથી ખરડાયેલા દેહને જોઈ, મંદોદરી ‘હા પ્રાણનાથ’ કરતી ઢળી પડી. અનેક રાણીઓ, પરિચારિકાઓ મૂર્છિત થઈ ગઈ. લંકાના લાખો નર-નારીઓ લંકાપતિનો વધ થયો, જાણી દુ:ખથી ગદ્દગદ્ બની ગયાં અને પોતાના લોકપ્રિય રાજાનાં અંતિમ દર્શન કરવા મેદાન પર દોડી આવ્યાં.
યુદ્ધનું કઠોર મેદાન શોક-વિલાપ અને આક્રંદથી કરુણ બની ગયું. શ્રી રામલક્ષ્મણ, સુગ્રીવ, ભામંડલ, હનુમાન, નલ-નીલ, અંગદ વગેરે લાખો સુભટો શોકમગ્ન બની ઊભા હતા. મૌનપણે તેઓ બિભીષણ, મંદોદરી વગેરેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા.
બિભીષણ હીબકી હીંબકીને રડી રહ્યો હતો. તે પોતાની કમરેથી છુરિકા કાઢી, પોતાની છાતી ચીરી નાંખવા તત્પર થયો. તરત શ્રી રામે બિભીષણનો હાથ પકડ્યો. રિકા છીનવી લીધી અને એના માથે હેતભર્યો હાથ મૂકી આશ્વાસન આપ્યું.
શ્રી રામે લંકાના રાજપરિવારને ઉદ્દેશીને કહ્યું :
‘આ એ દશમુખ રાક્ષસેશ્વર છે કે જેનું પરાક્રમ દેવલોકમાં પ્રશંસાયેલું છે. એણે વીરગતિ પ્રાપ્ત કરી છે, માટે તે કીર્તિનું પાત્ર બન્યો છે. તેનાં યુદ્ધકૌશલ, પ્રજાપ્રિયતા વગેરે અનેક ગુણો વર્ષો સુધી પ્રજાના મુખે ગવાતા રહેશે; માટે તેની પાછળ શોક ન કરો, કલ્પાંત ન કરો, તેનું ઉત્તરકાર્ય કરી નિવૃત્ત થાઓ.' સુગ્રીવ સામે જોઈ શ્રી ૨ામે આજ્ઞા કરી :
‘વાનરેશ્વર જાઓ. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે યુદ્ધકેદીઓને બહુમાનપૂર્વક મુક્ત કરો અને અહીં લઈ આવો.
‘જેવી આશા.’ સુગ્રીવે પ્રણામ કર્યા અને કારાવાસ તરફ ચાલ્યો.
For Private And Personal Use Only