________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૭
રાવણવધ રાવણના મુખ પર વિષાદ છવાઈ ગયો. તે વિચારે છે :
મુનિની ભવિષ્યવાણી સાચી થઈ, બિભીષણ વગેરેનાં વચનો સાચાં પડ્યાં! કેવી ભવિતવ્યતા?” વિષાદમાં ડૂબેલા લંકાપતિને ઉદ્દેશીને બિભીષણ બોલ્યો :
હે ભ્રાતા, હું પુનઃ કહું છું : હજુ પણ જો જીવવાની ઇચ્છા હોય તો વૈદેહીને સોંપી દો. દુરાગ્રહ ત્યજી દો, અન્યથા વિનાશ.” બિભીષણનાં વચનોએ રાવણને ક્રોધી બનાવ્યો :
“ઓ દુષ્ટમતિ! ચક્ર ગયું તેથી શું? ચક્રસહિત શત્રુને મારા એક જ મુષ્ટિપ્રહારથી હણીશ.”
રાવણ આગળ બોલે એ પૂર્વે જ લક્ષ્મણજીએ ચક્રને ઘુમાવીને લંકાપતિ પર છોડ્યું. ચક્રે રાક્ષસેશ્વરની છાતીને ચીરી નાંખી. રાક્ષસેશ્વરનો દેહ ભૂમિ પર પટકાઈ ગયો. વૈશાખ વદ એકાદશીનો એ દિવસ હતો. સૂર્ય અસ્તાચળે પહોંચ્યો હતો.
રાક્ષસેશ્વરનો વધ થયો અને તેનો આત્મા ચોથી નરકમાં ચાલ્યો ગયો. 3 દેવોએ લક્ષ્મણજી પર પુષ્પવૃષ્ટિ કરી. “જય જય'નો દિવ્ય ધ્વનિ થયો. રામસૈન્ય હર્ષોન્માદથી તાંડવ-નૃત્ય કર્યું. હર્ષની કિકિયારીઓથી આકાશને ગજાવી મૂક્યું.
રાક્ષસસૈન્યમાં હાહાકાર મચી ગયો. સુભટો ઊભા રહી ગયા, તેમની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ.
ત્યાં સુવર્ણમય ઉત્તેગ રથ પર ઊભા રહી, બિભીષણે રાવણસૈન્યને સંબોધન
હે લંકાના વીર સુભટો, તમે નિઃશંક બની, શ્રી રામ-લક્ષ્મણનું શરણ સ્વીકારો. હવે એ જ આપણા શરણ્ય છે. માટે અવિલંબ એમની કૃપાને પાત્ર બનો.”
લાખો સુભટો શ્રી રામ-લક્ષ્મણ તરફ વળ્યા. તેમણે મસ્તક નમાવી, તેમનાં ચરણોમાં શસ્ત્ર મૂકી દીધાં. લક્ષ્મણજી બિભીષણ પાસે ઊભા રહી બોલ્યા :
મારા પ્રિય સુભટો, આજે યુદ્ધનો અંત આવ્યો છે. તમે વફાદારીપૂર્વક યુદ્ધ કર્યું છે, શૂરવીરતાથી તમે ઝઝૂમ્યા છો, તમારું હું કુશળ ચાહું છું.”
For Private And Personal Use Only