________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુરૂપિણી વિદ્યા
૭૧૩ એને સ્પર્શ કરી અભડાવી શકીશ નહીં. હા, આત્મા વિનાના આ સીતાના ક્લેવરને ભલે ગીધડાંની જેમ ચૂંથજે.' રાવણ દિંગ થઈ ગયો.
રામ પ્રત્યે આવો રાગ? સાચે જ રામ પ્રત્યે સીતાનો રાગ અવિહડ છે, સ્વભાવભૂત છે. આ સીતા પર મારો રાગ પથ્થર પર પંકજ ઉગાડવા જેવો મિથ્યા છે. મેં ગંભીર ભૂલ કરી, એ રાગને પરવશ બની, મેં લંકાને હોડમાં મૂકી દીધી. ભ્રાતા બિભીષણની વાત અવગણી, તેનો મેં તિરસ્કાર કર્યો. મેં મારા કુલને કલંકિત કર્યું, મેં ઉચિત ન કર્યું, પણ હવે વિષાદ કરવાથી શું વિશેષ છે? હા, જો હમણાં જ હું સીતાને રામ પાસે પહોંચાડું તો મારી અપકીર્તિ થાય. લોકો કહેશે- “રામથી ભયભીત થઈ, રાવણે સીતા પાછી સોંપી દીધી.” ના, હું રામ-લક્ષ્મણને બાંધીને અહીં લાવીશ, અહીં લાવીને તેમની સીતા તેમને સોંપીશ. તે જ ઉચિત છે અને યશ આપનાર છે.”
સીતાને પાછી સોંપવાનો વિચાર આજે પ્રથમવાર જ રાવણને આવ્યો હતો. સીતા ઉપરનો રાગ તો ઓસરી જ ગયો હતો. દેવરમણ ઉદ્યાનમાંથી પાછો આવ્યો, બીજા દિવસના યુદ્ધની તૈયારીઓ કરવા સેનાપતિને આજ્ઞા કરી દીધી અને રાવણ મંદોદરીના શયનગૃહમાં ચાલ્યો ગયો.
મંદોદરીને તેણે પોતાનો મનોભાવ કહી દીધો. સતા પરના સ્નેહનું વિસર્જન કરી દીધું અને સીતા પાછી સોંપી દેવાનું પણ કહ્યું. મંદોદરીને આનંદ થયો. તેને આજે લંકાપતિ પર સ્નેહ ઉલ્લસ્યો. લંકાના એ શ્રેષ્ઠ દંપતીએ પોતાની અંતિમ યામિની ઊજવી.
૦
૦
૦
For Private And Personal Use Only