________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧0
જૈન રામાયણ એ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરે, એ પૂર્વે જ એનો નિગ્રહ કરવો જોઈએ.” સુગ્રીવે માર્ગ બતાવ્યો. શ્રી રામના મુખ પર સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા :
વાનરેશ્વર, વિદ્યા-સાધના માટે બેઠેલા શાન્ત અને ધર્મપરાયણ દશાનનનો કેવી રીતે નિગ્રહ કરાય? હું તેના જેવો છળકપટ કરનાર નથી. ચિંતા ન કરો. ભલે એ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી લે કે બીજી વિદ્યાઓ સિદ્ધ કરી લે. હવે જે દિવસે તે મેદાનમાં આવશે, ત્યારે પાછો નહીં જઈ શકે.” સુગ્રીવ મૌન રહ્યો.
પરંતુ આ મંત્રણા-ખંડમાં બેઠેલો અંગદ સેનાપતિ ત્યાંથી બહાર નીકળી આવ્યો. તેને સુગ્રીવની વાત ઘણી ગંભીર લાગી. શ્રી રામની વાત નીતિની દૃષ્ટિએ તેને સુયોગ્ય લાગી. પરંતુ મહામાયાવી રાવણની સામે નીતિથી જ વર્તવું, તેને યોગ્ય ન લાગ્યું. તેણે પોતાના વફાદાર વીસ-પચીસ ચુનંદા સુભટોને સાથે લીધા અને રાત્રિના અંધકારમાં તે અદૃશ્ય થઈ ગયો. શ્રી રામ-લક્ષ્મણ કે સુગ્રીવ આદિ કોઈને ય કલ્પના ન હતી કે અંગદ એક મોટું સાહસ ખેડવા લંકામાં પ્રવેશ્યો છે!
ચરપુરુષો દ્વારા અંગદે જાણ્યું હતું કે રાવણે ગૃહચૈત્યની આસપાસ સૈનિકોને ગોઠવ્યા નથી, એટલે તે પોતાના સાથીદારો સાથે આકાશમાર્ગે સીધો ગૃહચૈત્યના પ્રાંગણમાં આવી પહોંચ્યો. ગૃહચૈત્યમાં ડોકિયું કરી જોતાં અંગદે ધ્યાનસ્થ રાવણને જોયો. શ્રી શાન્તિનાથ ભગવાનની નયનરમ્ય પ્રતિમાની સામે એક રત્નશિલા પર બેસી, રાવણ વિદ્યાસિદ્ધિ કરી રહ્યો હતો. અંગદને સુગ્રીવે કહેલી વાત સ્મૃતિમાં આવી ગઈ. “જો આ વિદ્યાસિદ્ધિ કરી લે તો આપણો વિજય સંશયમાં!' તે ધ્રુજી ઊઠ્યો. મનોમન તેણે નિશ્ચય કર્યો કે કોઈ પણ ભોગે રાવણને ધ્યાનભ્રષ્ટ કરવો અને વિદ્યાસિદ્ધિ ન થવા દેવી.
અંગદે અને તેના સુભટોએ વિવિધ ઉપસર્ગ કરવા માંડ્યા. પરંતુ ધ્યાનલીન રાવણે જરાય વિચલિત ન થયો. તે તેના જપમાં અસ્મલિત ગતિએ આગળ વધતો હતો.
રોજ રાત્રે આ પ્રમાણે ઉપસર્ગ કરવાનું કામ અંગદે ચાલુ રાખ્યું, પરંતુ એમાં અંગદ ફાવ્યો નહીં. સાતમી રાત્રે અંગદે એક ભયંકર વિચાર કર્યો. ઘણા ઉપસર્ગ કરવા છતાં જ્યારે રાવણ જરાય વિચલિત ન થયો ત્યારે અંગદે રાવણને કહ્યું :
હે રાવણ, તેં આ શું પાખંડ આદર્યું છે? જ્યારે પરાજયથી બચાવનાર,
For Private And Personal Use Only