________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુરૂપિણી વિદ્યા
૭૦૯ ભય, ત્રાસ અને વિનાશથી અકળાયેલી પ્રજાને આ ઘોષણાથી આનંદ થયો. વિનાશમાંથી ઊગરી જવાની આશા બંધાઈ. સહુ ધર્મકરણીમાં મગ્ન બન્યા. જિનમંદિરોમાં મહોત્સવો મંડાયા. જાણે સમગ્ર વાતાવરણ જ બદલાઈ ગયું.
શ્રી રામના ચરપુરુષો કે જેઓ લંકામાં ગુપ્ત માહિતી મેળવવા ફરી રહ્યા હતા તેમણે આ ઘોષણા સાંભળી. તેમના આશ્ચર્યની સીમા ન રહી. “આવી ઘોષણા આવા યુદ્ધના સમયે શાથી? શું રાવણ હતાશ થઈ, ધર્મના શરણે ગયો? તેમણે આ ઘોષણાનું કારણ શોધવા માંડ્યું અને કારણ શોધી પણ કાઢ્યું. તેઓ તરત પોતાના અંધાવારમાં પહોંચી ગયા અને સુગ્રીવને ગુપ્ત માહિતી આપી. સુગ્રીવ ચોંકી ઊઠ્યો. ચરપુરુષોને રવાના કરી, સુગ્રીવ તરત શ્રી રામની શિબિરમાં પહોંચ્યો. શ્રી રામ લક્ષ્મણજી, બિભીષણ, ભામંડલ, અંગદ વગેરે સાથે વાર્તા-વિનિમય કરી રહ્યા હતા. સુગ્રીવને આવકારતાં શ્રી રામે પોતાની પાસે બેસાડી પૂછ્યું. ‘કહો વાનરેશ્વર, શું નવીનતા છે?” દેવ, લંકામાં થયેલી ઘોષણા સાંભળી? ના, શું ઘોષણા કરવામાં આવી?' “સહુ નગરવાસીઓએ આઠ દિવસ જૈનધર્મપરાયણ બની, હિંસા આદિ પાપોથી વિરમવું. જે કોઈ આજ્ઞાનો ભંગ કરશે તેનો વધ થશે.”
પ્રયોજન?”
પ્રયોજન ઘણું જ ચોંકાવનારું છે, પ્રજાનો જુસ્સો ટકી રહે અને બીજી બાજુ લંકાપતિ “બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી લે!'
તો શું લંકાપતિ વિદ્યાસાધના કરવા બેઠો છે?” 'જી, હા” શ્રી રામ મૌન રહ્યા અને વિચારમાં પડી ગયા. પછી તેઓ બોલ્યા : “તો હવે આઠ દિવસ યુદ્ધવિરામ રહેવાનો.'
પછી ભીષણ સંગ્રામ ખેલાવાનો! બહુરૂપિણી વિદ્યા જો લંકાપતિએ સિદ્ધ કરી લીધી, તો આપણો વિજય સંશયમાં છે.”
સુગ્રીવે ચિંતાતુર વદને કહ્યું. “તો પછી?”
For Private And Personal Use Only