________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૬
જૈન રામાયણ સીતા માની જાય અને રાવણના અંતઃપુરને શોભાવે તો પોતાનું પટરાણીપદ સીતાને આપી દેવાની તૈયારી બતાવી હતી! પોતાની જાત તરફ જોવાની દૃષ્ટિ અને પતિને જોવાની દૃષ્ટિ, બંને દૃષ્ટિ ભિન્ન હતી.
મંદોદરીએ પોતાના મનમાં રાવણ સિવાય કોઈ પુરુષની અભિલાષા કરી ન હતી. તેણે પોતાનું સર્વસ્વ રાવણને સમર્પિત કરી દીધું હતું. તે રાવણમાં જ તૃપ્ત હતી, જ્યારે રાવણ માત્ર મંદોદરીમાં તૃપ્ત ન હતો. હજારો સ્ત્રીઓને તેણે અંતઃપુરમાં રાખી હતી. તેનાથી પણ તેને તૃપ્તિ ન થઈ અને સીતાનું અપહરણ કરી લાવ્યો છતાં મંદોદરીને રાવણ સામે ફરિયાદ ન હતી. આંતરિક સંતાપ પણ ન હતો. કેવી એ ગજબ સ્ત્રી! રાવણ મંદોદરીને સમજતો હતો એટલે તે વારંવાર મંદોદરી પાસે દોડી જતો, એની સલાહ લેતો, સાંત્વના મેળવતો અને તેના સ્નેહમાં ડૂબી જતો. આજે પણ એ જ રીતે રાવણ મંદોદરી પાસે દોડી આવ્યો હતો, પણ મંદોદરીનું મુખ પ્લાન હતું. તેના દેહમાં જાણે ચેતના ન હતી. તેણે રાવણનું સ્વાગત કર્યું, પણ રાવણ સામે ન જોયું. તે તીવ્ર આંતરવ્યથા અનુભવી રહી હતી. રાવણ એ વ્યથાનું કારણ સમજતો હતો. પુત્રવિરહથી પીડાતી, માતાની વ્યથા એ ન સમજી શકે, એવો બુદ્ધિહીન એ ન હતો.
મંદા.” રાવણે મંદોદરીનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો. મંદોદરીએ રાવણ સામે જોયું.
“તારી વેદના જાણું છું. ઇન્દ્રજિત અને મેઘવાહનને મુક્ત કરવા માટે હું આકાશ-પાતાળ એક કરીશ.”
રાવણ મંદોદરીને આશ્વાસન આપવા લાગ્યો, પણ મંદોદરી પર તેની કોઈ અસર થતી ન દેખાઈ. તે પતિ સામે જોઈ રહી.
“હું બહુરૂપિણી વિદ્યા સાધવા ચાહું છું. એ વિદ્યા સિદ્ધ થતાં જ હું લક્ષ્મણનો વધ કરીશ અને મારા પુત્રો, બંધુઓ, સ્નેહીઓને મુક્ત કરીશ અને સીતા...'
રાવણ મંદોદરીને પ્રસન્ન કરવા બોલતો જતો હતો, પણ મંદોદરીના મુખ પર સ્મિતની રેખા પણ ઊપસી આવી નહીં. જાણે એ સતી સ્ત્રીએ લંકાનું, લંકાપતિનું અને રાક્ષસવંશનું ભાવિ જોઈ લીધું હોય!
સાધના કરવા માટે ગૃહચૈત્યમાં બેસીશ. તારે ઉત્તર સાધકનું કાર્ય કરવું પડશે. બોલ, કરીશ ને?
“જેવી આપની આજ્ઞા ' મંદોદરીએ ટૂંકો ઉત્તર આપ્યો.
For Private And Personal Use Only