________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૪
જૈન રામાયણ સીતાનું પ્રત્યર્પણ કરવા સિવાય આ સર્વ વિનાશમાંથી ઊગરી જવાનો બીજો કોઈ માર્ગ નથી, માટે ના ન કહેશો! સીતાનું પ્રત્યર્પણ કરવાનો નિષેધ વિચારીને, જે જે પગલું ભર્યું તેનું ભીષણ પરિણામ જોયું - અનુભવ્યું. હવે અન્વયનું ફળ જુઓ. સર્વ કાર્યોની અન્વય-વ્યતિરેક ઉભયથી પરીક્ષા કરવી જોઈએ, એકાંગી બનીને નહીં. બસ, એક પ્રસ્તાવ મૂકી જુઓ : સીતાના પ્રત્યર્પણનો! જુઓ એનું શું પરિણામ આવે છે. હજુ ઇન્દ્રજિત અને મેઘવાહન જીવે છે. બીજા અનેક રાજકુમારો ભલે કેદ પકડાયા, પણ તેમનો વધ નથી થયો. જુઓ, તે સહુ તમને પુનઃ ભેટે છે કે નહિ? લંકાની અવશિષ્ટ સંપત્તિનો શા માટે વિનાશ કરવા વિચારો છો? બહુમાનપૂર્વક સીતાને, શ્રી રામ પાસે મોકલીને, આપત્તિનાં વાદળો વિખેરી નાંખો.”
વૃદ્ધ મંત્રીની મંગળવાણી હતબુદ્ધિ લંકાપતિ સાંભળી રહ્યો, પણ તેના અમંગળ ભાવિએ તેને પ્રતિકૂળ માર્ગે વાળ્યો હતો. તેને કોઈ અસર ન થઈ. હા, સીતાને પાછી સુપ્રત કરવાની વાતને તેને તીક્ષ્ણ તીરના ઘા જેવી લાગી. તેણે પરિષદૂનું વિસર્જન કર્યું. તે એકાંત મંત્રણાગૃહમાં જઈ આંટા મારવા લાગ્યો. લંકાનો સરમુખત્યાર વિનાશ તરફ દોટ મૂકી રહ્યો હતો.
૦
૦
૦
For Private And Personal Use Only