________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૨
જેન રામાયણ તે છાવણીના મુખ્ય દ્વારે આવી પહોંચ્યો. તેણે દ્વારરક્ષકને પોતાની મુદ્રિકા આપી અને શ્રી રામ પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી. સામંતને ત્યાં જ ઊભો રાખી, લારરક્ષક શ્રી રામ પાસે પહોંચ્યો, પ્રણામ કરી, તેણે મુદ્રિકા શ્રીરામને બતાવી અને આગંતુકની ઇચ્છા જણાવી. ‘ભલે એને આવવા દો.' દ્વારરક્ષક નમન કરી ચાલ્યો ગયો. શ્રી રામે લક્ષ્મણજી સામે જોઈ કહ્યું :
રાવણનો સંદેશો લઈ દૂત આવે છે,” લક્ષ્મણજીએ શ્રી રામ સામે જોયું અને મૌન રહ્યા. દ્વારરક્ષકે સામત સાથે પ્રવેશ કર્યો. શ્રી રામને પ્રણામ કરી તેણે કહ્યું :
રાક્ષસેશ્વરે આપને સંદેશ આપવા, મને મોકલ્યો છે.' તું સંદેશ આપી શકે છે.' સામત્તે ગળું સાફ કર્યું અને તેની લાક્ષણિક શૈલીમાં સંદેશની પ્રસ્તાવના કરી :
રાક્ષસેશ્વર આ ભીષણ સંગ્રામથી વિરામ ચાહે છે. જો આપ માની જાઓ તો આ ઘોર હિંસા બંધ થઈ જાય. લંકાપતિએ બે ઇચ્છા વ્યક્ત કરી છે.
રાક્ષસેશ્વરની ઇચ્છા નહીં હોય, મહેચ્છા હશે!” શ્રી રામ હસતાં હસતાં સુગ્રીવ સામે જોઈ બોલ્યા.
રાક્ષસેશ્વરે કહેવરાવ્યું છે કે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે તેમના બંધુઓ-પુત્રોને મુક્ત કરવામાં આવે.'
બીજી મહેચ્છા?' સુગ્રીવ બોલી ઊઠ્યો. બીજી ઇચ્છા... સીતા લંકાપતિને સોંપી દેવામાં આવે.”
સામંતના બીજા પ્રસ્તાવે શ્રીરામને છંછેડ્યા. લક્ષ્મણજી રોષથી ધમધમી ઊઠ્યા, સુગ્રીવ સામંત તરફ ધસી ગયો. ત્યાં સામંતે તરત વાત આગળ વધારી.
લંકાપતિ એના બદલામાં પોતાનું અધું રાજ્ય આપવા બંધાય છે. ત્રણ હજાર વિદ્યાધર કન્યાઓ આપવા તૈયાર છે, એનો સ્વીકાર કરી સંતુષ્ટ થાઓ.”
અરે દૂત, તારા રાજાને કહેજે કે રામ તારું અધું રાજ્ય જ લઈને, સંતુષ્ટ નહીં થાય. તારો વધ કરીને, સંપૂર્ણ રાજ્ય લેશે. ત્રણ હજાર કન્યાઓની રામને જરૂર નથી, એને તો માત્ર સીતા જ જોઈએ છે.” ‘હ દશરથનંદન! લંકાપતિની વાત માની જાઓ. તમારું જીવન પણ...'
For Private And Personal Use Only