________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭00
જૈન રામાયણ રામ અને લક્ષ્મણ હવે શું કબજે આવેલા શત્રુઓને એમ છોડી દેશે! એ પણ રાજનીતિમાં નિપુણ રાજકુમારી છે. વળી સત્યની ખાતર તેઓ લડી રહ્યા છે. રાવણ બોલી ઊઠ્યો :
એક સ્ત્રીની ખાતર આવું ઘોર યુદ્ધ કરી, હિંસાનાં તાંડવ નૃત્ય કરવાં એ સત્ય! એ સંસ્કૃતિ!'
એટલા જ તેજ સ્વરે અને મક્કમતાથી મહામંત્રી બોલ્યા :
એક પરસ્ત્રીની ખાતર, આવું ઘોર યુદ્ધ કરી, હિંસાનું તાંડવ નૃત્ય કરવું એ સત્ય? એ સંસ્કૃતિ? ઓ મારા લંકાના નાથ, આજે તમે શું બોલો છો? આ યુદ્ધ સીતા ખાતર રામ-લક્ષ્મણ નથી લડતા, પરંતુ એક સ્ત્રીના શીલની રક્ષા ખાતર, યુદ્ધ લડી રહ્યા છે.
પરસ્ત્રીનું શીલ ન લૂંટાય' આ સંસ્કૃતિ છે. તમે એ સંસ્કૃતિનો ધ્વંસ કરવા તૈયાર થયા છો, એની સામે આ યુદ્ધ છે. સંસ્કૃતિની રક્ષા આગળ હિંસા ગૌણ બની જાય છે. પરંતુ આજે તમારી બુદ્ધિ વિપરીત બની ગઈ છે. તમે રાક્ષસવંશનો સંહાર કરવા તૈયાર થઈ ગયા છો.”
વયોવૃદ્ધ મંત્રીની વાણીએ લંકાની રાજસભામાં ઉત્તેજના ફેલાવી દીધી. રાક્ષસેશ્વર મહામંત્રીના તીખા શબ્દોથી સળગી ઊઠ્યો :
મહામંત્રી, રાજનીતિમાં સંસ્કૃતિનું કેટલું સ્થાન છે? સંસ્કૃતિ માનવ માટે છે. માનવ સંસ્કૃતિ માટે નથી. હું સીતાને ચાહું છું. રામે સીતાનો મોહ જતો કરી દેવો જોઈએ, એના બદલામાં..”
સાવ અશોભનીય બોલો છો રાજેશ્વર! શું રાજનીતિ છે અને શું સંસ્કૃતિ છે, એના પાઠ મેં તમારા વડીલોને ભણાવ્યા છે. જે રાજનીતિ સંસ્કૃતિનું રક્ષણ ન કરે, તે રાજનીતિ ફેંકી દેવા જેવી હોય છે. જે સંસ્કૃતિના માધ્યમથી મનુષ્ય પોતાના સદાચારો સરળતાથી પાળી શકે અને પોતાના આત્માનું ઊંકરણ કરી શકે, તે સંસ્કૃતિ રાજનીતિને આધીન નથી.
રામપત્ની પર મોહિત થઈ, તેનું અપહરણ કરી લાવવાનો, તમને શું અધિકાર હતો? હું લંકાના મહામંત્રી તરીકે આજે જાહેર કરું છું કે તમે લંકાની પ્રાચીન ભવ્ય સંસ્કૃતિનો ભંગ કર્યો છે.”
રાવણના કાળજે તીક્ષ્ણ તીર ભોંકાયું. તે કંઈ ન બોલ્યો. જો તે મહામંત્રી સામે અસભ્ય બોલે તો, તો સમગ્ર લંકાની જનતા તેનાથી ફરી બેસે અને
For Private And Personal Use Only