________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮
જેન રામાયણ લંકાપતિએ આજે પોતાના ઐશ્વર્યને ધારણ કરવામાં કોઈ કચાશ નહોતી રાખી, પરંતુ આજે એ મુક્ત હાસ્ય વેરતા, શત્રુઓની હસી નાંખતો અને પોતાના ભુજબળ પર વિશ્વાસ ધરાવતો રાવણ નહોતો દેખાતો! આજે તેના મુખ પર ગંભીરતા હતી. એના માથે જાણે હિમાદ્રિનો ભાર હતો. આજે જાણે, શત્રુઓ હસી નાંખતા હોય તેવો હતપ્રભ છતાં બનાવટી પ્રભાવ ઊભો કરતો, એ દેખાતો હતો. આજે તેને પોતાને પોતાના ભુજબળ પરનો વિશ્વાસ ન હોય, એ કોઈની સહાય ઝંખતો હોય એવો છતાં ઉપરછલ્લી બેપરવાઈ બતાવતો એ દષ્ટિગોચર થતો હતો. એની દૃષ્ટિમાં વિકાર દ્વારા સર્જાતા વિનાશનું દર્શન થતું હતું.
રાજસભાનું મૌન તોડતાં રાક્ષસેશ્વર બોલ્યો : “લંકાના વફાદર મંત્રીશ્વરો! આજે મારે તમારી વિચક્ષણ બુદ્ધિનો પ્રકાશ જોઈએ છે.”
અમારું સર્વસ્વ રાક્ષસેશ્વરનું છે.' મહામંત્રીએ ઊભા થઈ, નમન કર્યું અને સમર્પણની ભાવના અભિવ્યક્ત કરી.
અભિનંદન! અભિનંદન! પ્રિય મંત્રીશ્વરો, તમારી સૂક્ષ્મ પ્રજ્ઞા અને વિચક્ષણ રાજનીતિએ લંકાના રાજ્યને સાર્વભૌમ રાજ્યસત્તા સ્થાપી છે. તમે અનેક વાર આપત્તિમાં માર્ગદર્શન આપી, આપત્તિને સંપત્તિમાં ફેરવી નાખી છે. ઘોર નિરાશામાં આશાના રત્નદીપ પ્રગટાવી, પ્રકાશ પાથર્યો છે. લંકાની રાજસત્તાના તમે આધારસ્તંભ છો.” રાવણ બે ક્ષણ મૌન રહ્યો. ત્યાર બાદ મૂળ વાત પર આવતાં, તેણે કહ્યું :
તમે સહુ ત્રણ દિવસના યુદ્ધની ફલશ્રુતિ જાણો છો કે આપણે શું ગુમાવ્યું છે ને શત્રુપક્ષે કેટલી હાનિ થઈ છે. ખેર, યુદ્ધમાં બંને પક્ષે હાનિ થતી જ હોય છે. એની મને ગ્લાનિ નથી, પરંતુ મને ઘોર ગ્લાનિ છે, ભ્રાતા કુંભકર્ણને ગુમાવ્યાની, શત્રુ તેને નાગપાશથી બાંધીને ઉપાડી ગયા છે. પ્રિય ઇન્દ્રજિત અને મારા આત્માથી અભિન્ન મેઘવાહનને પણ દુષ્ટ રામે બંધનગ્રસ્ત બનાવ્યો છે. હવે તેમને માટે કેવી રીતે મુક્ત કરવા? હા, ગઈ કાલે જ્યારે મારી અમોધ વિજયા” મહાશક્તિએ લક્ષ્મણની છાતી ચીરી નાંખી, તેને યુદ્ધક્ષેત્રે પછાડી દીધો, ત્યારે મેં ચોકકસ ધાર્યું હતું કે આજે પ્રભાત થતાં જ લક્ષ્મણ મૃત્યુ પામશે. લક્ષ્મણના વિરહને સહન નહીં કરતાં રામ પણ એની પાછળ સ્વર્ગે જશે. એ મૃત્યુ પામતાં વાનરદ્વીપનું સૈન્ય અને બીજા વિદ્યાધર રાજાઓ તરત ભાગી છૂટશે અને મારા બંધુઓ, પુત્રો વગેરે મુક્ત થઈ, અહીં આવી જશે.
For Private And Personal Use Only