________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા-પરિષદ
૭૦૧
ગૃહક્લેશમાં જ તેનો વિનાશ થઈ જાય. તેણે ગમ ખાધી. પોતાના ચિત્તને થોડી
કળ વળી, પછી તે બોલ્યો :
મંત્રીશ્વરો, મને એક યોજના સૂઝે છે, તે હું તમને કહું.
હું એક ચતુર દૂતને રામ પાસે મોકલું, મારો સંદેશો લઈને એ જાય.’ ‘શું સંદેશો મોકલશો? કોની સાથે મોકલશો?’ મંત્રીઓ બોલી ઊઠ્યા. 'હું સામંતને દૂત તરીકે મોકલવા પસંદ કરું છું.’
‘બરાબર છે.’
'હું એના દ્વારા મારો સંદેશો રામને મોકલીશ. શામ, દામ, દંડ અને ભેદથી સામંત મારો સંદેશો કહેશે.’
‘શું એમાં અંતે સીતાને સોંપી દેવાનો પ્રસ્તાવ પણ છે? મંત્રીશ્વરે પૂછ્યું.
‘ના, એ વાત બની શકે એમ જ નથી. સીતાનું પ્રત્યર્પણ હું કરી શકું એમ નથી.'
‘તો આપના સંદેશાનું કોઈ સુખદ પરિણામ નહીં આવે.’
‘ભલે’
રાવણે તરત સામન્તને બોલાવ્યો. રામને આપવાનો સંદેશ તેને સમજાવી, રવાના કર્યો. સામન્તના ગયા પછી રાવણે સભાને કહ્યું.
‘સામન્ત શું પ્રત્યુત્તર લઈને આવે છે, તેનાથી તમે જ્ઞાત થઈને જશો.’ મંત્રીઓ ત્યાં જ બેઠા. રાક્ષસેશ્વર પણ ત્યાં જ બેઠો.
સામંત તરત શ્રીરામની છાવણી પ્રતિ રવાના થયો. સામન્તનું વ્યક્તિત્વ ઘણું જ આકર્ષક હતું. તેણે લંકાપતિના ઘણા અગત્યના સંદેશાઓ ભારતવર્ષના રાજરાજેશ્વરોએ પહોંચાડ્યા હતા, તે ધાર્યો પ્રત્યુત્તર લઈને આવતો હતો. તેની વાણીમાં જેમ મધુરતા હતી તેમ ધીરતા હતી અને સંયમ હતો. તે દેશ-કાળની ઊંડી સૂઝ ધરાવતો હતો. આજે તેના માથે જે સંદેશ લઈ જવાનું કાર્ય આવ્યું હતું, તે તેના માટે ભારે મૂંઝવણભર્યું હતું, એટલું જ નહીં, જોખમી પણ હતું. રાક્ષસેશ્વરની આજ્ઞાને શિરોધાર્ય કર્યા વિના, એના માટે બીજો કોઈ માર્ગ ન હતો.
તેણે શ્રી રામ અને લક્ષ્મણ માટે ઘણી વાતો સાંભળી હતી. તે અંતઃકરણથી તેમનો અનુરાગી પણ બન્યો હતો. આજે તેમનાં દર્શન કરવાની તક મળવાથી તેને આનંદ હતો, પરંતુ જે સંદેશ આપવાનો હતો, તેનાથી તે બેચેન પણ હતો!
For Private And Personal Use Only