________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૮૨. બહુરૂપિણી વિદ્યા
સીતાનું પ્રત્યર્પણ કરી કુંભકર્ણાદિને મુક્ત કરાવું? એ ઇન્દ્રજિત અને મેઘવાહન, મારી બે ભુજાઓ છે, મારે તેમને ગમે તે ભોગે મુક્ત કરવા જોઈએ. બીજા કોઈ ઉપાયથી રામ માને એમ નથી. તેને સીતા જ જોઈએ છે અને મારે? મારે પણ સીતા જ જોઈએ છે! સીતા સિવાય હવે મને જીવનમાં કોઈ રસ નથી. સીતાને પ્રાપ્ત કરવા યુદ્ધ વિના કોઈ માર્ગ નથી. હવે મારે સ્વયં યુદ્ધ કરવાનું છે. મારા સૈન્યમાં હવે મારી બરાબરી કરી શકે, એવું કોઈ રહ્યું છે? સર્વનાશ.”
રાવણ પોતાના શયનખંડમાં સ્વગત બોલે છે. ખંડમાં ક્યારેક આંટા મારે છે તો ક્યારેક પલંગમાં પડખાં ફેરવે છે.
રામના સૈન્યમાં હજુ લગભગ બધા જ જીવતા છે. એ રામ-લક્ષ્મણ જીવતા છે, પેલા હનુમાન, સુગ્રીવ અને અંગદ વગેરે જીવતા છે. ભામંડલ, પ્રસન્નકીર્તિ અને ચંદ્રરશ્મિ જીવતા છે. હા, ભલે એ જીવતા રહ્યા, પરંતુ હક્કે તે જીવી નહીં શકે. પરંતુ એ મને નથી સમજાતું કે “અમોઘવિજ્યા” જેવી મહાશક્તિનો પ્રહાર થવાં છતાં લક્ષ્મણ કેવી રીતે જીવતો રહ્યો?' બાકી રામ-લક્ષ્મણ મરાયા એટલે પેલા વાનરો અને વિદ્યાધરો તો ભાગી ગયા સમજો, નહીં ભાગે તો અહીં જ જમીનમાં તેમના મૃતદેહો દટાશે અને મારી પાસે છેલ્લું શસ્ત્ર સુદર્શન ચક્ર તો છે જ! એ ચક્ર છોડું એટલે લક્ષ્મણનો શિરચ્છેદ! પરંતુ માત્ર એ ચક્ર પર વિશ્વાસ રાખીને હવે યુદ્ધ ન કરાય. “બહુરૂપિણી વિદ્યાની સાધના કરવી પડશે. એ વિદ્યાથી એક રાવણના અસંખ્ય રાવણ સર્જાશે! જ્યાં શત્રુઓ જોશે ત્યાં રાવણ દેખાશે અને “સાચો રાવણ કોણ?' એનો નિર્ણય નહીં કરી શકે. બસ, ત્યાં સુધીમાં હું લક્ષ્મણનો વધ કરી નાખીશ.”
તે પ્રસન્ન થઈ નાચી ઊઠ્યો. તરત તે મંદોદરીના મહેલ તરફ દોડ્યો.
હવે સુખદુઃખની સાથી એક માત્ર મંદોદરી હતી. પરંતુ યુદ્ધમાં એક પછી એક લંકાના વીરોના વધ, બંધન વગેરે સાંભળતી ગઈ તેમ તેમ મંદોદરી ચિંતાતુર બનતી ગઈ હતી. તેમાં જે દિવસે કુંભકર્ણ, ઇન્દ્રજિત આદિ કેદ પકડાયા, તે દિવસે તો તેણે ભોજનનો પણ ત્યાગ કરી દીધો હતો. મંદોદરી સાચે જ એક વિલક્ષણ સ્ત્રી હતી. એક બાજુ તેણે પોતાના ખુદના ચારિત્રનું ઉચ્ચતમ નિર્માણ કર્યું હતું, તો બીજી બાજુ રાવણ માટે સીતાને સમજાવવા ગઈ હતી! કોઈ દિવસે તેણે રાવણને સીતાના ત્યાગ માટે કહ્યું ન હતું. ઉપરથી જો
For Private And Personal Use Only