________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯
એક રાત, અનેક વાત એ વિદ્યા દ્વારા એ ભવિષ્યના ભેદ જાણી શકતી. સીતાના હૃદય પ્રકંપક રુદને એ વિદ્યાધરીના હૃદયને સહાનુભૂતિથી છલકાવી દીધું. તે તરત ઉદ્યાનના એક એકાંત ભાગમાં પહોંચી. તે પદ્માસન લગાવીને બેસી ગઈ અને અવલોકિની વિદ્યાનું સ્મરણ કર્યું. વિદ્યાદેવી તરત ઉપસ્થિત થઈ. વિદ્યાધરીએ પૂછ્યું :
હે વિદ્યાદેવી, રામ-રાવણના યુદ્ધમાં કોનો વિજય થશે? લક્ષ્મણ મૃત્યુ પામશે કે જીવશે? સીતાનું શું થશે?”
“હે ભદ્ર! આ યુદ્ધમાં શ્રી રામનો જ વિજય થશે. કાલે પ્રભાત પૂર્વે લક્ષ્મણ પરથી મહાશક્તિનો પ્રભાવ દૂર થશે અને રામ, લક્ષ્મણ સહિત અહીં આવી, સીતાને પ્રસન્ન કરશે.'
અવલોકિની વિદ્યા અદશ્ય થઈ ગઈ. વિદ્યાધરી દોડતી, સીતાજી પાસે આવી. વિદ્યાદેવીએ ભાખેલું ભવિષ્ય કહ્યું. સતાજીને શાંતિ થઈ.
હજુ રાત્રિનો પ્રથમ પ્રહર જ ચાલી રહ્યો હતો. સીતાજી સૂર્યોદયની પ્રતીક્ષા કરતાં, મનમાં લક્ષ્મણજીનું નવજીવન ઝંખતાં દેવરમણ ઉદ્યાનમાં સમય વ્યતીત કરવા લાગ્યાં.
અને રાવણ? “આજે લમણ મરાયો!” એ વિચાર તેને હર્ષઘેલો બનાવતો હતો. જ્યારે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે શત્રુશિબિરમાં બંધનગ્રસ્ત છે,' એ વિચાર તેને શોકાકુળ બનાવતો હતો. લંકાનો શ્વેત સંગેમરમરનો રાજપ્રાસાદ, તેની રત્નજડિત છત અને ભૂમિ-ભાગ રાવણને આશ્વાસન આપી શકતાં ન હતાં.
હા વત્સ કુંભકર્ણ, તું મારો જ બીજો આત્મા છે. હે ઈન્દ્રજિત, મેઘવાહન, તમે બંને મારી ભુજાઓ છો. વત્સ જંબૂમાલી, તું મને મૂકીને ચાલ્યો ગયો? મારો પરિવાર છિન્નભિન્ન થઈ ગયો.' રાવણ વારંવાર મૂચ્છિત થવા લાગ્યો. કરુણ સ્વરે રડી પડ્યો, લંકાપતિ મેદાન્ત રાવણ! ઇન્દ્ર, કુબેર અને યમ જેવાને વશ કરનાર વિશ્વવિજેતા રાવણ અસહાય બની, એ રાત્રિએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો, ત્યારે લંકા ઘોર અશાન્તિમાં ડૂબી ગઈ હતી. રાવણનાં આંસુઓથી ભીંજાયેલા મુખને સાફ કરનાર, ત્યાં કોઈ હાજર ન હતું. ઉદ્વેગ, સંતાપ અને અંજપામાં આળોટતો રાવણ અસંખ્ય વિકલ્પોમાં ગોથાં ખાઈ રહ્યો હતો.
શ્રી રામની વ્યાકુળતા પણ ઘણી વધી રહી હતી. લક્ષ્મણને મહાશક્તિની અસરમાંથી મુક્ત કરવાનો કોઈ ઉપાય જડતો ન હતો. સહુ ચિંતાના મહાસાગરમાં ડૂબકીઓ ખાઈ રહ્યા હતા.
For Private And Personal Use Only