________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુeo,
જૈન રામાયણ ત્યાં પૂર્વ દિશાના દ્વારે, જ્યાં ભામંડલ શસ્ત્રસજ્જ બની ઊભો હતો, ત્યાંથી એક વિદ્યાધર આવ્યો. તેણે ભામંડલને મસ્તક નમાવ્યું, બે હાથ જોડી તેણે કહ્યું :
“હે રાજન, જો તમે શ્રી લક્ષ્મણના આપ્તજન છો તો મને શ્રી રામચરણે લઈ જાઓ. લક્ષ્મણને જીવાડવાનો એક ઉપાય લઈ આવ્યો છું.”
તું કોણ છે? “તમારો હિતસ્વી છું. મારો બીજો પરિચય પછી આપીશ. અત્યારે એક ક્ષણનો પણ દુરુપયોગ ન કરો.'
ભામંડલે આગંતુક વિદ્યાધરને મજબૂત પકડ્યો અને શ્રી રામ પાસે લઈ આવ્યો. વિદ્યાધરે શ્રી રામને નમન કરી પરિચય આપતાં કહ્યું :
હે દશરથનંદન, હું સંગીતપુરનગરનો રાજકુમાર પ્રતિચંદ્ર છું. પિતાનું નામ શશિમંડલ અને માતાનું નામ સુપ્રભા.
એક દિવસની વાત છે. હું મારી પ્રિયતમા સાથે ગગનવિહાર કરવા નીકળ્યો. હતો માર્ગમાં “સહસ્ત્રવિજય” નામના વિદ્યાધરે અમને જોયા. એનું અમારી સાથે જૂનું વેર હતું. અમારી વચ્ચે યુદ્ધ જામ્યું. તેણે મને “ચંડરવા' શક્તિથી આહત કર્યો. હું જમીન પર પછડાઈ પડ્યો. ભાગ્યયોગે હું જે ભૂમિ પર પટાયો - તે ભૂમિ હતી, સાકેતપુરની.
હજુ મને પછડાટની કળ વળી ન હતી. હું શક્તિપ્રહારની અપાર વેદના અનુભવતો હતો ત્યાં આપના લઘુભ્રાતા ભરતે મને જોયો. તેઓ દોડી આવ્યા, દયાસાગર ભરતે તરત મારા માટે ચમત્કારી “ગંગાજલ' મંગાવી, મારા પર છાંટ્યું. મારા શરીરમાંથી “ચંડરવા' શક્તિ નીકળી ગઈ.
હું જાગ્રત થયો. વિસ્મિત ચિત્તે મેં મહારાજા ભરતને એ ચમત્કારી ગંગાજલનો મહિમા પૂછ્યો. ભરતે મને એનો મહિમા આ રીતે બતાવ્યો, હું એમના જ શબ્દોમાં એ મહિમા કહી બતાવું છું, તે આપ સાંભળો :
ગજપુરથી “વિંધ્યનામનો સાર્થવાહ અહીં આવ્યો હતો. માર્ગમાં તેનો એક બળદ અશક્ત બની ગયો. અતિભાર વહન કરવાથી તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં. તેને અહીં જ પડતો મૂકી, વિધ્ય સાર્થવાહ ચાલ્યો ગયો. નિષ્ફર નગરવાસીઓ ભૂમિ પર પડેલા બળદના માથે પગ દઈને ચાલવા લાગ્યા. બળદ અતિ ત્રાસથી રીબાઈને મૃત્યુ પામ્યો, પરંતુ મૃત્યુ સમયે તેનામાં કોઈ શુભ ભાવ આવી ગયો. મરીને તે વાયુકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાનું પૂર્વજીવન જોયું. કૂર નગરવાસીઓએ કરેલી ઘોર કર્થના તેણે જોઈ. તે રોષે ભરાયો. તેણે આખા
For Private And Personal Use Only