________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૨
જૈન રામાયણ હનુમાન અને અંગદ પણ આવી પહોંચ્યા. ચંદ્રરમિ, નલ-નીલ પણ ઉપસ્થિત થયા. શ્રી રામે કહ્યું.
ભામંડલ! તમે હનુમાન તથા અંગદને લઈ તરત અયોધ્યા જાઓ. ભરતને વાત કરી, વિશલ્યાનું સ્નાન-વારિ લઈ, પ્રભાત પૂર્વે અહીં ઉપસ્થિત થાઓ.”
ભામંડલ વિચારમાં પડી ગયો, એ કંઈ બોલે તે પૂર્વે જ બિભીષણે કહ્યું :
ચિંતા ન કરો. ભામંડલ, મારી પાસે પવનગતિ વિમાન છે. એ તમે લઈ જાઓ. પવનની ગતિએ ઊડે છે. તમે સમય જાળવી શકશો.'
શ્રી રામને નમન કરી, ભામંડલ, હનુમાન અને અંગદ વિમાનમાં બેસી ગયા. વિમાન અયોધ્યાની દિશામાં અદશ્ય થઈ ગયું. શ્રી રામ, બિભીષણ અને ચંદ્રરશ્મિ વગેરે પ્રસન્ન થઈ ગયા. વિદ્યાધરકુમાર પ્રતિચંદ્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યા.
રામાયણના એ મહાન યુદ્ધમાં પ્રતિચંદ્રને કેમ મહત્ત્વપૂર્ણ સ્થાન નથી અપાયું, એ એક ગંભીર પ્રશ્ન છે. લક્ષ્મણજીનો પ્રાણ બચાવનાર, પ્રતિચંદ્રકુમાર યુદ્ધ વિજય પછી પણ કોઈ સુયોગ્ય પુરસ્કાર પામતો હોય તેવું રામાયણકારે જણાવ્યું નથી. ભારતે પ્રતિચંદ્રને પુનર્જીવન આપી ઉપકાર કર્યો હતો. જાણે એ ઉપકારનો કૃતજ્ઞભાવે બદલો ચૂકવતો હોય તેમ તેણે લક્ષ્મણજીને પુનર્જીવન આપ્યું! વિમાન અયોધ્યા પહોંચ્યું. રાત્રીનો દ્વિતીય પ્રહર પૂર્ણ થવાની તૈયારીમાં હતો.
અયોધ્યાના રાજમહેલની અગાસીમાં નિદ્રાધીન ભરતને જોઈ, તેને જાગ્રત કરવા માટે અંગદે ગીત લલકાર્યું. રાજકાર્યમાં પણ રાજાને સાવધાનીથી જાગ્રત કરવાની નીતિ અંગદ જાણતો હતો. ભામંડલ અને હનુમાને પણ ગીતના સૂરોમાં પોતાના સૂર મિલાવ્યા. “મધ્યરાત્રિએ ગીત?” ભરતની નિદ્રા ઊડી ગઈ અને ત્યાં સામે જ બે હાથ જોડી, મસ્તક નમાવી ઊભેલા ભામંડલને જોયો. ભરતે તરત ભામંડલને ઓળખી લીધો. બાજુમાં ઊભેલા હનુમાનને પણ ઓળખી લીધા. તેને અંગદનો પરિચય ન હતો. ભામંડલે પરિચય આપ્યો. ભરતે પૂછયું.
કહો, અત્યારે કેમ પધાર્યા?” વિશલ્યાનું સ્નાનજળ લેવા.' પ્રયોજન?'
For Private And Personal Use Only