________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८४
જૈન રામાયણ | ‘અવશ્ય રાજન! યુદ્ધ પૂર્ણ થતાં જ લંકામાં વિશલ્યાનો લક્ષ્મણજી સાથે લગ્નોત્સવ ઊજવીશું.” અંગદે ખાતરી આપી.
તરત દ્રોણમેઘે વિશલ્યાને બોલાવી. પૂર્વભવની તપસ્વિની વિશલ્યાના પુણ્યપ્રભાવથી ભામંડલ આદિ પ્રભાવિત થયા. વિશલ્યાને ભામંડલ આદિની સાથે લંકા જવાની દ્રોણમેઘે આજ્ઞા કરી. વિશલ્યાને રોમાંચ થયો. તેનું હૃદય પ્રસન્ન થયું. તે અવિલંબ તૈયાર થઈ. એક હજાર સખીઓને અત્યારે જગાડીને, સાથે લેવાનો સમય ન હતો. પાછળથી તેમને લંકા મોકલવાનું કહી, વિશલ્યા વાયુયાનમાં બેસી ગઈ.
ભામંડલે દ્રોણમેઘનો અતિ આભાર માની, વિમાનને અયોધ્યા પ્રતિ હંકારી મૂક્યું, કારણ કે ભરતને અયોધ્યા મૂકીને તેમણે લંકા જવાનું હતું.
તૃતીય પ્રહરની અંતિમ ઘટિકા વ્યતીત થઈ રહી હતી. પવનવેગી જાજ્વલ્યમાન વિમાન લંકા તરફ ધસી રહ્યું હતું. વિમાનને ભામંડલે ઘણી ઊંચાઈએ લીધું. તેને એક ભય હતો : “કદાચ રાવણને આ વાતની ખબર પડે, ને માર્ગમાં જ કોઈ વિન ઊભું કરી દે.'
શુભ કાર્યમાં વિપ્નની આશંકા થતી હોય છે. બિભીષણ, સુગ્રીવ વગેરે અયોધ્યાની દિશામાં આતુરનયને, ઉસુક હૃદયે જોઈ રહ્યા હતા. અનેક શુભ-અશુભ વિકલ્પોમાં અટવાતા, શ્રી રામ વારંવાર સુગ્રીવને પૂછતા હતા : “ભામંડલ આદિ આવી ગયા?' સુગ્રીવ શ્રી રામને વૈર્ય બંધાવતો હમણાં જ આવી જશે.” કહીને અયોધ્યાની દિશામાં આકાશને જોતો ઊભો રહેતો.
ચોથો પ્રહર. એક ઘટિકા વીતી ગઈ. ત્યાં પૂર્વ દિશામાં ઝબકારો થયો. સુગ્રીવ, બિભીષણને ફાળ પડી. શું સૂર્યોદય થઈ ગયો? ત્યાં જ તેમનો ભ્રમ ભાંગી પડ્યો. વિશલ્યાને લઈ આવતું વિમાન દ્રત ગતિથી આવી રહ્યું હતું. બિભીષણે હર્ષધ્વનિ કર્યો. સુગ્રીવ દોડીને શ્રી રામ પાસે પહોંચી ગયો. તે બોલી ઊઠ્યો :
વિશલ્યા આવી ગઈ, દેવ!'
શ્રી રામ ઊભા થઈ ગયા. વિમાન સીધું જ લક્ષ્મણજી પાસે ઉતાર્યું. ક્ષણનો ય વિલંબ કર્યા વિના વિશલ્યા વિમાનમાંથી કૂદી પડી. ભૂમિ પર ચત્તાપાટ
For Private And Personal Use Only