________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત, અનેક વાત
૬૯૩
‘લક્ષ્મણજી રાવણની મહાશક્તિથી આહત થયા છે, પ્રભાત થાય તે પૂર્વે કોઈ પણ ઉપાયે એ મહાક્તિને ભગાડવી જોઈએ, અન્યથા પ્રાણનો.’
‘પરંતુ....’ ભરત મૂંઝવણ અનુભવવા લાગ્યો.
શું?'
‘મારી પાસે જરાય સ્નાનજલ રહ્યું નથી અને વિશલ્યા છે કૌતુકમંગલ નગરે,’ ‘કોઈ ચિંતાનું પ્રયોજન નથી. અમારી પાસે પવનવેગી વિમાન છે. કૌતુકમંગલ પહોંચવું એટલે અર્ધ ઘટિકાનું કામ!’
ભરતને વિમાનમાં બેસાડી દીધો. ભામંડલે વિમાનમાં ભરતને લંકાના યુદ્ધનો ચિતાર આપી દીધો. લક્ષ્મણજીની સર્જાયેલી આકસ્મિક ભયાનક સ્થિતિએ ભરતને શોકાકુળ બનાવી દીધો. ‘પરંતુ વિશલ્યાના સ્નાનજલથી લક્ષ્મણજી અવશ્ય પુનર્જીવન પામશે,' આ વિચારથી તેને આશ્વાસન મળ્યું. ભરતે કહ્યું :
‘હું લંકા આવું? અોધ્યાના લાખો શૂરવીર સુભટોને યુદ્ધમાં ઉતારું તો કાલે જ લંકાનું પતન થાય.’
રાજેશ્વર, આપ નિશ્ચિંત રહો, આપને લંકા પધારવાની જરાયે આવશ્યકતા નથી. લક્ષ્મણજી શક્તિપ્રહારની મૂર્છામાંથી જાગ્રત થાય એટલી જ વાર છે! કાલનું યુદ્ધ રાવણના માટે અપશુકનિયાળ નીવડશે. બીજું, અમારી પાસે હજુ લાખો પરાક્રમી સુભટોનું સૈન્ય છે જે લંકાની લક્ષ્મી પામવા થનગની રહ્યું છે. આપ અયોધ્યામાં જ રહી, અયોધ્યાના વિશાળ રાજ્યને સંભાળો અને માતાઓને આશ્વાસનરૂપ બનો, એ જ સુયોગ્ય છે.'
ભામંડલની વાત સાંભળી, ભરત મૌન રહ્યો. ત્યાં કૌતુકમંગલ નગર આવી ગયું. રાજા દ્રોણમેઘના રાજમહેલની અગાસીમાં જ વિમાનને ઉતારવામાં આવ્યું. ભામંડલ આદિને વિમાનમાં જ બેસવાનું કહી, ભરત રાજા દ્રોણમેઘ પાસે ગયા. દ્રોણમેઘને નિદ્રામાંથી જગાડી, ભરતે ભામંડલ, હનુમાન તથા અંગદના આગમનની વાત કરી. દ્રોણમેઘ તરત ભરતની સાથે ભામંડલ પાસે આવ્યો; નમન કરી, સહુને લઈ રાજમહેલમાં આવ્યો. ભરતે કહ્યું :
‘રાજન, અત્યારે સમય ઘણો જ અલ્પ છે. પ્રભાત પૂર્વે વિશલ્યાએ લંકાની શિબિરમાં પહોંચી જવું જોઈએ. લક્ષ્મણજીના જીવન-મરણનો પ્રશ્ન છે.’
‘ભરત, હું પ્રસન્નતાથી વિશલ્યા આપું છું. વિશલ્યા મનથી લક્ષ્મણજીને વરી ચૂકી છે. જ્ઞાની ગુરુદેવનું પણ એ ભવિષ્ય કથન છે. પરંતુ એક હજાર સખીઓ સાથે વિશલ્યા લક્ષ્મણને વરશે... એ વાત તમારે...’
For Private And Personal Use Only