________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત, અનેક વાત
૬૯૧ નગરમાં રોગો ફેલાવ્યા, નગર જ નહીં, મારા સમગ્ર દેશમાં રોગો ફેલાવ્યા. પરંતુ એમાં એક માત્ર મારા મામા દ્રોણમેઘ રાજાનો દેશ અને એમનું કુટુંબ બચી ગયું. આ વાત મારા જાણવામાં આવી ત્યારે મને આશ્ચર્ય થયું. હું મામાને ઘેર ગયો. મેં મામાને પૂછ્યું.
સમગ્ર દેશ જ્યારે અનેક રોગથી પીડાઈ રહ્યો છે, ત્યારે આપ અને આપનું જનપદ કેવી રીતે બચી ગયા?'
મામાએ કહ્યું : “ભરત, રાણી પ્રિયંકરા પૂર્વે વ્યાધિથી ઘેરાઈ ગઈ હતી. પરંતુ જ્યારે તે ગર્ભવતી બની ત્યારથી તે નીરોગી બની ગઈ. પુત્રીનો જન્મ થયો પછી સમગ્ર પરિવાર રોગમુક્ત બન્યો. તેનું નામ “વિશલ્યા' રાખવામાં આવ્યું. વિશલ્યા જેનો સ્પર્શ કરે તે નીરોગી બની જાય! બસ, મારો સમગ્ર દેશ વિશલ્યાના કરસ્પર્શથી અને તેના સ્નાનજલથી નીરોગી બન્યો.
એક વાર “સત્યભૂશરણ” નામના મહામુનિને મેં વિશલ્યાના પ્રભાવની પાછળ છુપાયેલા રહસ્યને જાણવા પૂછયું :
પ્રભો, વિશલ્યાના પ્રભાવનું શું કારણ છે?'
રાજન, પૂર્વભવની તપશ્ચર્યાનું આ ફળ છે. તેના સ્નાનજળથી મનુષ્યોના ઘા રૂઝાશે, શલ્ય દૂર થશે. વ્યાધિનો ઉપશમ થશે અને એના પતિ લક્ષ્મણ થશે!' | મુનિવચનથી અને મારા અનુભવથી આ રીતે મેં વિશલ્યાના સ્નાનજલના પ્રભાવનો નિર્ણય કર્યો.
આ પ્રમાણે દ્રોણમેશે કહીને, વિશલ્યાનું સ્નાનજલ મને પણ આપ્યું. તેનાથી મારા દેશના વ્યાધિગ્રસ્ત મનુષ્યો પણ નીરોગી બન્યા. અને આજે તમારા પર પણ એ પાણીનો ઉપયોગ કરતાં જ તમારું શલ્ય દૂર થયું.' શક્તિપ્રહારની અસર દૂર થઈ અને પુનર્જીવન પ્રાપ્ત થયું.”
આગંતુક વિદ્યાધરની વાત શ્રી રામ, ભામંડલ અને બિભીષણ રસપૂર્વક સાંભળતા હતા. વિદ્યાધરે કહ્યું :
ભરતે મારા પર કરેલા પ્રયોગથી મને દઢ શ્રદ્ધા થઈ છે કે વિશલ્યાનું સ્નાનજલ સાચે જ મહાનું પ્રભાવશાળી છે. માટે આ પ્રભાત થવા પૂર્વે આર્ય લક્ષ્મણ માટે એ સ્નાનજલ અહીં લાવવું જોઈએ. ત્વરા કરો, વિલંબ કર્યા વિના ભરત પાસેથી એ સ્નાનજલ લઈ આવો.”
રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થવા આવ્યો હતો. લંકાથી અયોધ્યા જવાનું, સ્નાનજલ લઈને પાછા લંકા આવવાનું શ્રી રામે ભામંડલ સામે જોયું ત્યાં
For Private And Personal Use Only