________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વક ૮0. એક શd, અનેક વાd :
રાત કેવી બિહામણી એ વિભાવરી હતી?
લક્ષ્મણજી મૂચ્છિત હતા. શ્રી રામ ચિંતિત અને હતાશ હતા. દશમુખ રાવણ શોકાકુળ, વિસ્વળ અને વ્યગ્રચિત્ત હતો. સહુ ત્રણ દિવસના ઘોરભયંકર યુદ્ધના ભૂતકાળને યાદ કરતા કંપી ઊઠયા હતાભાવિની કલ્પના અસ્પષ્ટ અને ધૂંધળી હતી.
એક રાક્ષસ પરિચારિકા ત્વરાથી દોડતી, દેવરમણ ઉદ્યાનમાં પહોંચી. તે પરિચારિકા સીતાને ચાહતી હતી. તેણે સીતાને સમાચાર આપ્યા.
સીતા, આજના યુદ્ધમાં લક્ષ્મણજી હણાયા છે. શ્રી રામ લક્ષ્મણના નિષ્માણ દેહને ઉત્સંગમાં લઈને બેઠા છે. સાંભળ્યું છે કે રામ પણ પ્રભાતે પ્રાણ...
સીતાના શ્વાસ અદ્ધર થઈ ગયા. તે ઊભાં થઈ ગયાં અને પેલી પરિચારિકાના બે ખભા પકડી, તેને પૂછ્યું :
શું તું સાચું કહે છે? અજેય લક્ષ્મણ હણાયા?'
દેવી, મેં રાજમહાલયમાં વાત સાંભળી છે. લંકાની ગલી ગલીમાં વાત થઈ રહી છે.”
સીતા માટે તો આ સમાચાર અસહ્ય હતા. તેમને મૂર્છા આવી ગઈ. ઉદ્યાનની ધરતી પર તેમનો દેહ ઢળી પડ્યો. આજુબાજુની પરિચારિકાઓ દોડી આવી. શીતોપચાર કરવામાં આવ્યો. સીતાની મૂર્છા દૂર થઈ પણ કરુણ વિલાપથી સીતાએ રાક્ષસણીઓનાં ક્રૂર હૃદય પણ ભીંજવી નાખ્યાં. સીતાજી ખૂબ રડ્યાં અને અંતે તેઓ બોલ્યાં :
હા વત્સ લક્ષ્મણ, આર્યપુત્રને એકાકી છોડી, તું ક્યાં ચાલ્યો ગયો? તારા વિના તારા અગ્રજ એક મુહૂર્ત પણ જીવી શકવા સમર્થ નથી. ધિક્કાર છે મને, હું મંદભાગ્યા છું, કે મારા જેવી અભાગણીના નિમિત્તે સ્વામી અને દેવરનું આવું અશુભ થયું. શું કરું? ક્યાં જાઉં? હે વસુંધરા, મારા પર કૃપા કર, મને માર્ગ આપ કે જેથી હું તારામાં સમાઈ જાઉં. અથવા હે હૃદય, તેં ટુકડા થઈ જા, કારણ કે હું જીવવા ચાહતી નથી. હું સ્વામી અને દેવર વિના જીવી શકતી નથી.” ચોધાર આંસુ અને અસંખ્ય ડૂસકાં.... સીતાના કરુણ કલ્પાંતે લંકાની એ રાત્રિને અભિશાપિત કરી.
પરિચારિકાઓના સમૂહમાં એક વિદ્યાધરી પાસે “અવલોકિની વિદ્યા' હતી.
For Private And Personal Use Only