________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
૩૮૭
સૂર્યોદય થયા પછી, આપણા હાથમાં કોઈ પ્રયત્ન નહીં રહે. માટે હજુ સંપૂર્ણ નિશા-કાળ આપની પાસે છે, ત્યાં સુધી મંત્ર, તંત્રાદિ કોઈ પણ ઉપાય યોજી, લક્ષ્મણજીને મહાશક્તિના પ્રભાવથી મુક્ત કરવા જોઈએ.
‘શું લક્ષ્મણ પુનર્જીવન પામશે?'
‘અવશ્ય નાથ!’
'તો એ પ્રયત્ન કરો.'
તરત બિભીષણે રામ-લક્ષ્મણની ચારેય બાજુ વિદ્યાશક્તિથી સાત કિલ્લા બનાવી દીધા. ચાર દ્વાર બનાવ્યાં અને ચોકસાઈભરી સંરક્ષણ-વ્યવસ્થા કરી દીધી. બિભીષણ રાવણના છલ-કપટથી જ્ઞાત હતો. રાત્રિના અંધકારમાં રાવણ શું ન કરે, તે કલ્પી શકાય એમ ન હતું. માટે બિભીષણે એવી વ્યવસ્થા ગોઠવી કે એક પક્ષી પણ રામ-લક્ષ્મણ પાસે ફરકી ન શકે.
પૂર્વ દિશામાં સાત દ્વારો પર સુગ્રીવ, હનુમાન, કુંદતાર, દધિમુખ, ગવાક્ષ અને ગવયની ચોકી મૂકવામાં આવી. પશ્ચિમનાં સાત દ્વારો પર નીલ, સમરવીર, દુર્દર, મન્મથ, જય, વિજય અને સંભવને ગોઠવ્યા. ઉત્તરમાં અંગદ, કૂર્મ, મહેન્દ્ર, વિહંગમ, સુષેણ અને ચન્દ્રરશ્મિ ઊભા રહ્યા. દક્ષિણમાં ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજિત, નલ, મૈન્દ્ર અને બિભીષણ ઊભા રહ્યા.
શ્રીરામ, લક્ષ્મણજીના પુનર્જીવન માટે વિચારમાં ગરકાવ થઈ ગયા. તેમને કંઈ સૂઝ્યું નહી. બીજી બાજુ બિભીષણ, સુગ્રીવ અને ભામંડલ ભેગા થયા અને શું કરવું એનો ગંભીર વિચાર-વિનિમય કરવા લાગ્યા, પરંતુ તેમને કોઈ ઉપાય ન દેખાયો. ધરણેન્દ્રે આપેલી ‘અર્માધવિજયા' મહાશક્તિનું નિવારણ કરવાની શક્તિ ભારતમાં કોઈની પાસે ન દેખાઈ. બીજી બાજુ, જો પ્રભાત પૂર્વે લક્ષ્મણજી પુનર્જીવન ન પામે તો શ્રીરામના જીવનનો પ્રશ્ન ઊભો થતો હતો. લક્ષ્મણજી ઉપ૨ શ્રીરામનો સ્નેહ સહુજનવિદિત હતો.
રાત્રિનો પ્રથમ પ્રહર અર્ધો વીતી ચૂક્યો હતો. એક એક પળ વીતતી હતી અને બિભીષણ-સુગ્રીવ વગેરેની વ્યાકુળતા વધતી હતી. ‘શું કરવું?’ આ પ્રને સહુને મૂઢ બનાવી દીધા હતા.
For Private And Personal Use Only