________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
૬૮૫ બિભીષણનો વધ કરવા “શૂળ' ફેંક્યું. તરત લક્ષ્મણજીએ તીક્ષા શસ્ત્રોથી માર્ગમાં જ શૂળના ટુકડા કરી નાંખ્યા. રાવણે ધરણેન્ડે આપેલી “અમોધવિજયા' મહાશક્તિનો પ્રયોગ કર્યો.
અમોધવિજયા મહાશક્તિ ધફ. ધ. ધ.. કરતી. તડૂ... ... ... નાદ કરતી સંહારલીલા ખેલતી મહાશક્તિ બિભીષણ તરફ ધસી. કોઈ એ મહાશક્તિને જોવા પણ સમર્થ ન હતું. સહુ દૂર હટી ગયા.
શ્રી રામે આ ગંભીર પરિસ્થિતિ જોઈ. ક્ષણભર તેઓ સ્તબ્ધ બની ગયા. “શું કરવું? બિભીષણ હમણાં હતો ન હતો થઈ જશે.” તેઓ બોલી ઊઠ્યા.
લક્ષ્મણ, ધિક્કાર હો આપણને. શરણાગત બિભીષણની આપણે રક્ષા કરી શકતા નથી, ધિક્કાર હો.” શ્રી રામનાં વચનો કાને પડતાં જ મિત્રવત્સલ લક્ષ્મણજી બિભીષણની આગળ જઈને ઊભા. ગરુડસ્થ લક્ષ્મણજીને બિભીષણની આગળ જોઈને રાવણ બોલ્યો :
તારા પર શક્તિ નથી મૂકી. શા માટે બીજાના મોતે તું મરવા આવ્યો છે? અરે હા, તું મર, મારે તારો જ વધ કરવો છે. આ તો નાહક રાંકડો બિભીષણ મારી સામે ઊભો છે.' તરત રાવણે “અમોઘવિજયા, મહાશક્તિનું નિશાન બદલ્યું. મહાશક્તિ લક્ષ્મણજી તરફ ધસી.
મહાશક્તિને અશક્ત કરવા લક્ષ્મણજીએ, સુગ્રીવે, હનુમાન, ભામંડલે અને વિરાધે ઘણાં વલખાં માર્યો. પણ વ્યર્થ. મહાશક્તિએ લક્ષ્મણજીની છાતી પર ભયંકર પ્રહાર કર્યો. લક્ષ્મણજીની છાતી ચિરાઈ ગઈ. ધમ્ કરતા લક્ષ્મણજી ભૂમિ પર પટકાઈ પડ્યા. સૈન્યમાં હાહાકાર વ્યાપી ગયો.
શ્રી રામ ક્રોધથી સળગી ઊઠ્યા. રાવણનો વધ કરવા, સિંહરથ પર ચડી, તેમણે રાવણ સામે યુદ્ધ આરંભ્ય. રથના સિંહોએ ક્ષણવારમાં રાવણના રથને તોડી નાખ્યો. રાવણે તરત બીજ રથ લીધો. તે પણ તૂટ્યો. પાંચ-પાંચ વાર રાવણના રથ તૂટ્યા, રાવણ ભયભીત થઈ ગયો. તેણે વિચાર્યું-ભ્રાતૃસ્નેહથી રામ સ્વયં મરી જશે, એની સાથે શા માટે યુદ્ધ કરવું?'
તરત રાવણે રથને લંકા તરફ હંકાર્યો. રાવણ ભાગી ગયા પછી, રામ પાછા ફર્યા અને જ્યાં લક્ષ્મણજી ઘાયલ થઈને પડ્યા હતા ત્યાં આવ્યા. લક્ષ્મણજીને બેભાન જોઈ, શ્રી રામ મૂચ્છિત થઈ, ભૂમિ પર ઢળી પડ્યા.
સુગ્રીવ આદિ રાજાઓ ચિંતિત થઈ ગયા. તરત શીતલ ચંદનનાં વિલેપન કર્યા. શીતલ જલનો છંટકાવ કર્યો. શીતલ વાયુ પ્રવાહિત કર્યો, મૂચ્છ દૂર થતાં
For Private And Personal Use Only