________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
૬૮૩
રાવણના રથની સામે ઊભો કરી દીધો, તેણે ધનુષ્યનો ટંકાર કરી રાવણના કાન ખોલી નાંખ્યા. રાવણ બિભીષણને જોઈ બોલ્યો :
‘ઓ બિભીષણ, તું કોના શરણે ગયો છે? જે તને મારા કાળમુખમાં હોમવા માગે છે તેના શરણે? છટ્. સિંહની આગળ છાગને ફેંકવાનું કામ રામે કર્યું છે. તને મારી સામે મોકલીને રામે પોતાની રક્ષા કરવાનું ડહાપણ વાપર્યું છે. રાવણનો સ્વર કંઈક મૃદુ થયો. તેણે આગળ બોલતાં કહ્યું :
‘વત્સ, તું મારો ભાઈ છે, નાનો ભાઈ. મને હજુ તારા પર વાત્સલ્ય છે, માટે તું મારા માર્ગમાં આડો ન આવ. આજે હું રામ-લક્ષ્મણને સૈન્યસહિત સ્વર્ગમાં મોકલીશ. તું શા માટે એમાં સંખ્યાનો વધારો કરે છે? તું પુનઃ મારી પાસે આવી જા. હજું તારું સ્થાન મારી પાસે છે. તારી રક્ષા કરવા હજુ હું તૈયાર છું. તું સમજી જા.’
બિભીષણે કહ્યું :
‘અગ્રજ ! હું તમારું સ્વાગત કરું છું. હું અહીં તમારી સામે કેવી રીતે આવ્યો છું, તે તમે જાણો છો? યમરાજ જેવા રામ સ્વયં તમારી સામે આવતા હતા, તેમને બહાનું બતાવી રોક્યા અને હું આવ્યો. શા માટે? તમે હજુ પણ બોધ પામો. તમને સત્ય માર્ગ બતાવવા, હું આવ્યો છું. યુદ્ધ કરવાનું બહાનું છે... મારી વાત માનો અને સીતાને હજુ છોડી દો. હે દશમુખ, હું તમારો ભાઈ છું, હું તમારું અહિત ચાહતો નથી, મૃત્યુના ભયથી કે રાજ્યના લોભથી હું રામના શરણે ગયો નથી, પરંતુ અપકીર્તિના ભયથી ગયો છું. માટે સીતાને મુક્ત કરી, અપકીર્તિ દૂર કરો, બસ. પછી શ્રીરામને ત્યજી, હું તમારી પાસે આવી જવા તૈયાર છું.'
રાવણ રોષથી સળગી ઊઠ્યો. તે બૂમ પાડીને બોલ્યો :
‘અરે કાયર, બુદ્ધિહીન બિભીષણ, શું તું મને ભય બતાવે છે? ભ્રાતૃહત્યાના ભયથી તને એ દિવસે જવા દીધો હતો પણ આજે હવે તારું મૃત્યુ તને પોકારે છે.’ રાવણે ધનુષ્યનો ટંકાર કર્યો.
‘અરે પરસ્ત્રીલંપટ, મેં પણ એ દિવસે ભ્રાતૃહત્યાના જ ભયથી તને મોતના કૂવામાં ધક્કો નહોતો માર્યો. આજે તું ભાઈ નથી.' બિભીષણે ધનુષ્યનો ભીષણ ટંકાર કર્યો.
બે ભાઈઓનું અતિ ભીષણ યુદ્ધ જામ્યું. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ વગેરે રાક્ષસવીરો ભય, શંકા અને રોષથી દોડી આવ્યા. પરંતુ એ વીરો રાવણના પડખે
For Private And Personal Use Only