________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
જૈન રામાયણ
યુદ્ધમેદાન ૫૨ બંને સૈન્ય સામસામાં ગોઠવાઈ ગયાં. સૂર્યોદયને થોડી જ વાર હતી. સુગ્રીવ, ભામંડલ અને હનુમાને આજે અદ્ભુત વ્યૂહરચના કરી હતી. તેઓ જાણતા હતા કે આજે સ્વયં રાવણ યુદ્ધમાં ઊતરશે, ઊતરશે એટલું જ નહિ, પરંતુ યમરાજ બની, તે રામસૈન્ય પર તૂટી પડશે. બિભીષણે સુગ્રીવને કહી રાખ્યું હતું કે, ‘તમે, ભામંડલ અને હનુમાન વગેરે આજે યુદ્ધના પ્રારંભમાં જ રાક્ષસ-સૈન્ય પર હુમલો કરી દેજો. જ્યારે રાવણ ધસી આવશે ત્યારે હું એનું અભિમાન ઓગાળીશ કપીશ્વર! આજે બે ભાઈઓનું યુદ્ધ ખેલાશે.’ હનુમાને પોતાનો રથ સુગ્રીવની પાસે લેતાં કહ્યું.
‘હા, આજે બિભીષણ રાવણને જરૂર હંફાવશે.'
પરંતુ, આપણે શું જોયા જ કરવાનું? શ્રી લક્ષ્મણજી પણ આજે રોકાશે નહીં, તેઓ રાવણની રાહ જ જોઈ રહ્યા છે.’
‘સાચી વાત છે. શ્રી રામ પણ મને કહેતા હતા કે રાવણ મેદાનમાં આવે એટલી જ વાર.'
બે સેનાપતિનો વાર્તાલાપ એકદમ અટકી ગયો. સૂર્યોદય થયો અને બંને સૈન્યો શસ્ત્રો લઈ ભેટી પડ્યાં અને ખૂનખાર જંગ જામી ગયો. ઇન્દ્રજિત અને મેઘવાહને પ્રારંભિક યુદ્ધમાં જ રામસૈન્યમાં હાહાકાર મચાવી દીધો. પોતાના સૈન્યને પાછું હટતું જોઈ સુગ્રીવ, હનુમાન અને ભામંડલ મરણિયા બની, રાક્ષસસૈન્યમાં ઘૂસી ગયા અને ઘાસ કાપે તેમ રાક્ષસ સુભટોને કાપવા માંડયા. ત્રિપુટીને રાક્ષસસૈન્યમાં હાહાકાર મચાવતી જોઈ, ચંદ્રરશ્મિ, નલ-નીલ અને વિરાધ પણ ઉત્સાહિત થયા અને તેમણે ઇન્દ્રજિત-મેઘવાહનને ઘેરી લીધા. રાક્ષસકુમારો સાથે યુદ્ધનો રંગ જામી ગયો. ઇન્દ્રજિત છંછેડાયેલા સિંહની જેમ યુદ્ધ ખેલી રહ્યો હતો. ચંદ્રરશ્મિએ આજે પોતાનું યુદ્ધકૌશલ બતાવવા માંડવું હતું.
રાક્ષસોના મૂંઝવણમાં મુકાઈ ગઈ. ઇંદ્રજિત-મેધવાહન વિનાની સેના સુગ્રીવત્રિપુટીના સંહારથી ત્રાસી ગઈ અને પાછળ હટવા લાગી. રાવણે આ દૃશ્ય જોયું. તરત એ મહાગ્રંથમાં આરૂઢ થઈ, યુદ્ધના અગ્ર ભાગે દોડી આવ્યો. શસ્ત્રોનો એક સરખો મારો ચલાવતા રાવણની સામે કોઈ ટકી ન શક્યું. રામસૈન્ય ક્ષણભર સ્તબ્ધ બની ગયું. પણ જ્યાં રાવણને યુદ્ધ ખેલતો જોઈ, શ્રી રામે પોતાના રથને ગતિ આપી, પરંતુ બિભીષણે રામને અટકાવ્યા.
‘આપ અહીં જ રહો. હું દશમુખને ભેટીશ!' બિભીષણે પોતાના રથને
For Private And Personal Use Only