________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८४
જૈન રામાયણ પહોંચે એ પૂર્વે જ શ્રીરામે કુંભકર્ણને અટકાવ્યો. લક્ષ્મણજીએ ઇન્દ્રજીતને પડકાર્યો. નીલે સિંહજઘનનો માર્ગ રોક્યો. ઘટોદરને દુર્મર્ષે લલકાર્યો. મેઘવાહનને ચંદ્રરશ્મિએ છટકવા ન દીધો. વિપ્ન રાક્ષસને ભામંડલે રોકી રાખ્યો.
કોઈ જ વીર બાકી ન રહ્યો. સહુ એ ઘોર યુદ્ધના ભાગીદાર બન્યા. ઇન્દ્રજિત અને લક્ષ્મણજીનું યુદ્ધ ક્ષણભર દેવોનાં હૃદયને પણ થરથરાવે તેવું જામી પડ્યું. ઇન્દ્રજિત રાવણની પાસે જવા તલપાપડ થઈ રહ્યો હતો ત્યાં તો માર્ગમાં લક્ષ્મણજીએ એને આંતર્યો અને તે છંછેડાયો. તેણે લક્ષ્મણજી ઉપર તામસ' અસ્ત્ર મૂક્યું. આગ ઓકતું તામસાસ્ત્ર લક્ષ્મણજી તરફ આવ્યું કે તરત લક્ષ્મણજીએ એનું પ્રતિપક્ષી તપન'અસ્ત્ર છોડ્યું. માર્ગમાં જ બે અસ્ત્ર અથડાયાં અને નાશ પામ્યાં. એક પળનો પણ વિલંબ કર્યા વિના લક્ષ્મણજીએ ઇન્દ્રજિત ઉપર “નાગપાશ’ અસ્ત્ર છોડ્યું. ઇન્દ્રજિત ભૂમિ પર પછડાઈ પડ્યો. વિરાધે ઇન્દ્રજિતને ઉપાડી, રથમાં નાંખ્યો અને લક્ષ્મણજીની આજ્ઞાથી શિબિરમાં ઊપડી ગયો. | વિઘ્ન રાક્ષસનો વધ કરી, ભામંડલ શ્રી રામ પાસે પહોંચી ગયો. શ્રી રામ અને કુંભકર્ણનું યુદ્ધ રાક્ષસસૈન્યને પ્રથમ વાર જ જોવા મળ્યું હતું. પહડકાય કુંભકર્ણ જ્યારે શ્રી રામનાં તીણ તીરોથી વીંધાઈને ચીસ પાડતો ત્યારે રાક્ષસ સૈન્યમાં કમકમાટી વ્યાપી જતી. હતી કુંભકર્ણ હાંફી ગયો ત્યાં સુધી શ્રી રામે શસ્ત્રોનો મારો ચલાવ્યો. જ્યારે ઇન્દ્રજિત જીવતો પકડાઈ ગયો ત્યારે શ્રી રામે પણ કુંભકર્ણને જીવતો જ પકડી લેવા ‘નાગપાશ’ અસ્ત્ર છોડ્યું.
કુંભકર્ણ નાગપાશથી બંધાઈને ધબાંગ કરતો ભૂમિ પર ગબડી પડ્યો. રાક્ષસસૈન્ય હતોત્સાહ બની ગયું. તત્કાળ રામની આજ્ઞાથી ભામંડલ કુંભકર્ણને રથમાં નાંખી, શિબિરમાં ચાલ્યો ગયો.
મેઘવાહનને ચન્દ્રરશ્મિએ થકવી નાખ્યો હતો છતાં મેઘવાહન વિફરેલા વાઘની જેમ તોફાની યુદ્ધ ખેલી રહ્યો હતો. ચંદ્રરશ્મિએ વાલીને યાદ કરાવે તેવું પરાક્રમ બતાવવા માંડ્યું હતું. તે ઊછળ્યો, મેઘવાહનના રથમાં જઈ, કૂદી પડી મેઘવાહનને શસ્ત્રહીન કરી, સિંહ જેમ બકરાને ઉપાડી જાય તેમ મેઘવાહનને બગલમાં દબાવી, શિબિરમાં કેદ કરી દીધો. - શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન બિભીષણની પડખે પહોંચ્યા. બિભીષણ રાવણને રાય મચક આપતો ન હતો. રાવણે જ્યારે જોયું કે બિભીષણની આસપાસ રામ-લક્ષ્મણ વગેરે આવી પહોંચ્યા ત્યારે તેણે જલ્દી
For Private And Personal Use Only