________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬િ૮૦
જૈન રામાયણ લક્ષ્મણજીને “ગાડી” વિદ્યા આપી. રથ આપ્યો અને શત્રુનો નાશ કરનારી વિદ્યુત-વદના વિદ્યા' આપી.
લક્ષ્મણજી તરત ગરુડના વાહન પર આરૂઢ થયા. ગરુડને જોતાં જ સુગ્રીવભામંડલને વીંટળાઈને રહેલા સર્પો ભાગી ગયા! રામ સૈન્યમાં જયજયકાર થઈ ગયો. સૂર્ય અસ્ત થઈ ગયો. યુદ્ધ થંભી ગયું.
સૈન્યો પોતપોતાની છાવણીમાં પહોંચી ગયાં, સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, સહુ બીજા દિવસના યુદ્ધનાં પરાક્રમો યાદ કરવા લાગ્યા. શ્રી રામની છાવણીમાં આજે ભારે ઉત્તેજના હતી, જ્યારે રાવણની છાવણીમાં ભારે નિરાશા છવાઈ ગઈ હતી. વજોદર અને જંબૂમાલીના વધ, ઇન્દ્રજિત અને મેઘવાહનનું યુદ્ધભૂમિ પરથી ભાગી જવું, કુંભકર્ણનું મૂચ્છિત થઈ જવું અને હાથમાં આવેલા હનુમાનનું ભાગી છૂટવું, લાખો રાક્ષસ સુભટોનો સંહાર. રાવણ શોક ને રોપથી વિહ્વળ બની ગયો હતો. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ, મારીચ, સિંહજઘન, ઘટોદર, કુંભ વગેરે રાક્ષસ સૈન્યના ઉચ્ચ કક્ષાના સુભટો રાવણની આસપાસ ગોઠવાઈ ગયા હતા. રાવણે ઉચ્ચ સ્વરે કહ્યું :
તમારા સહુના વિશ્વાસે મેં બે દિવસના યુદ્ધમાં ખૂબ ગુમાવ્યું. હવે હું જ યુદ્ધમાં ઊતરીશ. કાલે હું શત્રુસૈન્યનો રામ-સૌમિત્રી સાથે વધ કરીશ.' સહુ સાંભળી રહ્યા.
એ સુગ્રીવ, હનુમાન, ભામંડલ વગેરે તો મારી સામે આવે એટલી જ વાર છે. પેલો બિભીષણ, કુલાંગાર. એ પણ જો સામે આવ્યો તો કાલે મારા હાથે એની પણ.”
રાવણે રાત્રે જ ત્રીજા દિવસનો યૂહ રચી, સહુ સેનાપતિઓને યોગ્ય સૂચનો આપી વિદાય કર્યા.
ભલે રાવણે ત્રીજા દિવસના યુદ્ધમાં શત્રુસૈન્યનો અને રામ-સૌમિત્રીનો સંહાર કરવાની પ્રતિજ્ઞા કરી, પરંતુ તેનું મન શંકાશીલ હતું. બે દિવસના યુદ્ધમાં તેણે શ્રીરામ-સૈન્યનું યુદ્ધકૌશલ્ય જોયું હતું. સુગ્રીવ, ભામંડલ અને હનુમાનનાં પરાક્રમ જોયાં હતાં. નલ-નીલ અને અંગદની યુદ્ધ-ચપળતા જોઈ હતી. પ્રસન્નકીર્તિ વિરાધ અને ચંદ્રરશ્મિની નિર્ભય-નિરાશંક સાહસિકતા નીરખી હતી. બીજી બાજુ સીતાના વિચારો પણ તેને વ્યાકુળ કરી રહ્યા હતા. “શત્રુ પર વિજય મેળવ્યા
For Private And Personal Use Only