________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૯૭૮ જામી પડ્યો. મેઘવાહનને ભામંડલે પડકાર્યો. તે વરો પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધ કરવા લાગ્યા. હનુમાન મંછિત કુંભકર્ણની ચારે બાજુ ફરતા રક્ષા કરવા લાગ્યા.
ઇન્દદ્રજીત અને સુગ્રીવ, મેઘવાહન અને ભામંડલ!
ચારેય જાણે દિગ્ગજ! ચારેય સમુદ્રો! તેમના યુદ્ધથી ધરતી ધ્રુજી ઊઠી. સમુદ્ર ખળભળી ઊઠ્યો.
જે શસ્ત્રો હતાં, તે બધાં અજમાવી જોયાં. જેટલાં અસ્ત્ર હતાં, બધાં વાપરી જોયાં. ઇન્દ્રજીત સુગ્રીવનો કે મેઘવાહન ભામંડલનો વધ તો ન કરી શક્યા, હંફાવી પણ ન શક્યા. બંને ભાઈઓને તેમની આબરૂ ભયમાં લાગી. સુગ્રીવ કોઈ વિદ્યાશક્તિનો પ્રયોગ કરે તે પૂર્વે જ બંને ભાઈઓએ સુગ્રીવ - ભામંડલ પર નાગપાશ શસ્ત્ર છોડ્યું. સુગ્રીવ-ભામંડલ નાગપાશથી એવા બંધાઈ ગયા કે શ્વાસ લેવો પણ તેમના માટે મુશ્કેલ પડે.
એ જ સમયે કુંભકર્ણની મૂચ્છ દૂર થઈ. તે ભાનમાં આવ્યો. તેણે પોતાની પાસે ઊભેલા હનુમાનને જોયા. સૂતાં સૂતાં જ તેણે હનુમાન પર ગદાનો પ્રહાર કર્યો. હનુમાન મૂચ્છ ખાઈને જમીન પર પટકાઈ પડ્યા. ઝટ કુંભકર્ણો હનુમાનને પોતાની બગલમાં દબાવી લીધા.
રામસૈન્યમાં હાહાકાર વ્યાપી ગયો. સુગ્રીવ અને ભામંડલ નાગપાશના બંધનમાં પડ્યા અને હનુમાનને કુંભક બગલમાં દબાવી લીધા. આ તકનો લાભ લઈ રાવણના સૈન્ય એક સામટો ધસારો કરી રામસૈન્યનો સંહાર કરવા માંડ્યો.
ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો.
ધસી આવેલા રાક્ષસો પર ચંદ્રરશ્મિ અને વિરાધ બે લાખ સુભટો સાથે તૂટી પડ્યા અને ઘાસની જેમ રાક્ષસ સુભટોને કાપવા માંડ્યા. તેમની સાથે પ્રસન્નકીર્તિ બીજા એક લાખ સુભટો લઈને જોડાયા. રાવણને લેવાના દેવા પડી ગયા. બીજી બાજુ શ્રીરામ-લક્ષ્મણ પાસે જઈ બિભીષણે કહ્યું :
સ્વામિન, હું બે દિવસના યુદ્ધમાં જોઉં છું કે સુગ્રીવ અને ભામંડલ આપણા સૈન્યની બે આંખો જેવા છે. ઇન્દ્રજિત અને મેઘવાહને નાગપાશથી તે બંનેને બાંધ્યા છે. જો તેમને લંકામાં લઈ જશે તો તેમને છોડાવવા અશક્ય બની જશે. માટે હું સુગ્રીવ અને ભામંડલને છોડાવી લાવું. વળી તે શ્રેષ્ઠ પુરુષ! કુંભકર્ણના
For Private And Personal Use Only