________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
૩૭૭ એક જ ગદાના પ્રહારે રથના ફુરચા ઉડાવી દીધા. બીજી ગદાએ સારથિનો પ્રાણ લીધો અને કુંભકર્ણને જમીન પર ઊતરવું પડ્યું. તે પોતાની મોટી ગદા લઈ સુગ્રીવ તરફ ધસ્યો. એક જ પ્રહારે સુગ્રીવનો રથ ચૂરેચૂરા થઈ ગયો. સુગ્રીવ આકાશમાં ઊડ્યો. એક વમયી શિલા વિકર્વી કુંભકર્ણ પર પટકી દીધી. કુંભકર્ણ તૈયાર જ ઊભો હતો. તેણે વજશિલાને સદ્ગુરુના પ્રહારથી ચૂરી નાંખી.
સુગ્રીવે "તડિતું દંડ’ અસ્ત્ર છોડ્યું. તડ... તડ તડ... તણખલા વેરતો કાલસર્પની જીભની જેમ લપકારા મારતો તડિતુ દંડ કુંભકર્ણ તરફ ધસ્યો. કુંભકર્ણે તડિતું દંડને તોડી નાંખવા જેટલાં ફેંકાય તેટલાં શસ્ત્ર ફેંક્યાં, પણ બધાં જ વ્યર્થ ગયાં. તડિતું દંડે કુંભકર્ણની ભયંકર કાયાને ટીપી નાખી. કુંભકર્ણ ભૂમિ પર પટકાઈ પડ્યો અને મૂચ્છિત થઈ ગયો!
કુંભકર્ણની જગભયંકર કાયા ભૂમિ પર ઢળી પડે અને રાવણ ઝાલ્યો રહે? તેની ભ્રકુટી ભીષણ થઈ ગઈ. તે ગર્જી ઊઠ્યો : “હું સ્વયં હવે શત્રુસૈન્યનો સંહાર કરીશ.'
ઇન્દ્રજિતે નમન કરીને કહ્યું : “હે સ્વામિન, યુદ્ધમાં આપની સામે યમ, કુબેર, વરુણ કે ઇન્દ્ર પણ નથી ટકી શક્યા, તો આ વાંદરાઓની તો શું વિસાત? માટે, આપ અહીં જ રહો, મારા રોષથી ધમધમી રહેલા બાહુઓ એ શત્રુઓને પીસી નાંખશે.
ઇન્દ્રજિત! માનનો પર્વત!
શસ્ત્રોની હોળી રમતો ઇન્દ્રજિત શત્રુસૈન્યમાં ઘુસી ગયો. માર-માર કરતો તેનો રથ જ્યાં કુંભકર્ણની પહાડકાયા પડી હતી ત્યાં આવ્યો. તેની પાછળ જ મેઘવાહનનો રથ આવી લાગ્યો. શસ્ત્રોનો એકધારો મારો કરતા, બંને ભાઈઓ ગર્જના કરે છે.
“અરે વાનરો, તમે ઊભા રહો, યુદ્ધ નહીં કરનારને અમે મારતા નથી. અમે રાવણના પુત્ર ઇન્દ્રજિત અને મેઘવાહન છીએ. પણ ક્યાં છે એ હનુમાન? ક્યાં છે સુગ્રીવ? અરે, એમનું શું કામ છે? પેલા રામ-લક્ષ્મણ ક્યાં છે?'
તરત સુગ્રીવે એમનું અભિમાન ઓગાળતાં કહ્યું : “અરે અભિમાની ઇન્દ્રજિત! એ રામ-સૌમિત્રીનો સ્વાદ તો પછી ચાખજે, પહેલાં મારું આતિથ્ય અનુભવી લે.' ઇન્દ્રજિત અને સુગ્રીવનો ખૂનખાર જંગ
For Private And Personal Use Only