________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ ઘટિકા બાકી છે. આજના પ્રથમ દિવસના યુદ્ધનું સુકાન કોને સોંપવું ઉચિત છે?
જેમ તમને ઉચિત લાગે તેમ કરો.”
મારી પોતાની ધારણા મુજબ આજના યુદ્ધનું સુકાન નલ અને નીલને સોંપીએ. એ બાંધવ-બેલડીના પરાક્રમથી રાક્ષસો ત્રાસ પોકારી જશે.' “ભલે, એ વીર બંધુઓને સોંપો.”
તરત નલ અને નીલને બોલાવવામાં આવ્યા. શ્રી રામે એ વીર બંધુઓને સેનાપતિપદ આપી, તેમને આશીર્વાદ આપ્યા.
વીરપુરુષ, તમે મારા સૈન્યના શણગાર છો. આજે તમારા પરાક્રમથી રાક્ષસોમાં કાળો કેર વર્તાવી દો.” ‘આપની કૃપાથી અમને સોંપવામાં આવેલી જવાબદારી અને પૂર્ણ કરીશું.” સૈન્ય યુદ્ધભૂમિ પર ગોઠવાઈ ગયું. સુગ્રીવે જાહેર કર્યું :
પ્યારા સુભટો, આજના યુદ્ધના આપણા સેનાપતિ નલ અને નીલ છે, તેમની આજ્ઞા અને માર્ગદર્શન અનુસાર આપણે યુદ્ધ ખેલી રાક્ષસોનો સંહાર કરીશું.
સેનાપતિ નલ-નીલનો જય હો!” સૈન્ય બ્રહ્માંડ વિસ્ફોટ કરતો જયધ્વનિ કર્યો. નલ-નીલે તરત જ બૃહ ગોઠવી દીધો. શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને ભામંડલને આજે માત્ર દૃષ્ટા બનીને જ યુદ્ધ જોવા વિનંતી કરી. હનુમાનજીને એક લાખ સૈનિકો સાથે ઉત્તર દિશાથી યુદ્ધ આપવા આજ્ઞા કરી, મહેન્દ્ર અને પ્રસનકીર્તિને એક લાખ સુભટો સાથે દક્ષિણ મોરચો સંભાળવા મોકલ્યા. બે લાખ સૈનિકોનું નેતૃત્વ આપી, વિરાધને રાક્ષસસૈન્યની સામે જ ખડો કરી દીધો અને વિરાધથી થોડા અંતરે નલ અને નીલ શસ્ત્રસજ્જ બની રથારૂઢ થઈ ઊભા. બાકીના લાખો સૈનિકોને આજ છાવણીમાં વિશ્રામ માટે જ રાખ્યા હતા.
યુદ્ધપ્રયાણની તૈયારીઓથી લંકા ધમધમી ઊઠી હતી. ઈન્દ્રના રથને પણ શરમાવે તેવા રથમાં દશમુખ રાવણ શસ્ત્રો સજી આરૂઢ થયો હતો. ભાનુકણે રથનું સારથિપણું સંભાળ્યું હતું.
રાવણની બે બાજુ ઇન્દ્રજિત અને મેઘવાહનના રથો આવી ઊભા. રાવણના પૃષ્ઠ ભાગે મહાકાય કુંભકર્ણ એની ગદા સાથે રથમાં બેસી આવી પહોંચ્યો. શુક્ર, સારણ, મારીચ, મય, સુંદ વગેરે રાક્ષસવીરોના રથ પણ ધરતી ધ્રુજાવતા રાવણની આસપાસ આવીને ગોઠવાઈ ગયા. લાખો રાક્ષસ સુભટોથી યુદ્ધમેદાન
For Private And Personal Use Only