________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૪
જૈન રામાયણ અંગદ” હનુમાનને મુક્ત કરે છે! બિભીષણને જોતાં જ ઇન્દ્રજિત-મેઘવાહન પલાયન થઈ જાય છે અને શ્રી રામ પાસે “મહાલોચન' દેવ આવે છે.'
અરુણોદય થતાં જ બંને સૈન્યો સામસામાં ગોઠવાઈ ગયાં. આજે સૈન્યના મધ્ય ભાગે રાવણ હાથી પર આરૂઢ થઈને ઊભો હતો. યમ કરતાં અધિક ભીષણ અને બિહામણા રાવણની આંખમાંથી આગની જવાળાઓ નીકળતી હતી. તેની વાણી એક એક રાક્ષસસુભટને, શત્રુ-સૈન્યને પીસી નાખવા ઉત્તેજિત કરતી હતી.
આજે દક્ષિણ અને ઉત્તરમાં ઇન્દ્રજિત-મેઘવાહન લાખો સુભટો સાથે શત્રુસૈન્યને રહેંસી નાખવા ઊભા હતા. વજોદર બે લાખ સુભટોને લઈ શત્રુ પર તૂટી પડવા, ઉદયાચલ તરફ મીટ માંડીને ઊભો હતો. કુંભકર્ણનો રથ પણ સૂર્યોદયની તૈયારી હતી ત્યારે રાવણની થોડે દૂર આવીને ગોઠવાઈ ગયો હતો.
હનુમાને આજના ભીષણયુદ્ધની કલ્પના કરીને જ વ્યુહ રચ્યો હતો. સૈન્યના મધ્યભાગે શ્રીરામ-લક્ષ્મણ તથા બિભીષણના રથ ગોઠવાયા હતા. દક્ષિણ અને ઉત્તરમાં ચન્દ્રરશ્મિ અને વિરાધને મોકલી, હનુમાન નિશ્ચિત બન્યા હતા.
જ્યારે પ્રસન્નકીર્તિ, નલ તથા નીલને સૈન્યના અગ્રભાગે ગોઠવી કિલ્લો મજબૂત બનાવ્યો હતો. ભામંડલના રથને પોતાના રથ સાથે જ રાખ્યો હતો. સુગ્રીવને શ્રી રામની પાછળ પથરાયેલી વિશાળ સેનાની મધ્યમાં રાખ્યા હતા.
સૂર્યોદય થયો અને યુદ્ધનાં નગારાં વાગી ઊઠ્યાં. વજોદરે એક સાથે પાંચ લાખ રાક્ષસ સુભટોને, શત્રુસૈન્ય પર ધસારો કરવા આદેશ આપ્યો. રાક્ષસોનું સૈન્ય રામના સૈન્ય પર તૂટી પડ્યું. સર્વ દિશાઓમાંથી એક સામટો ધસારો થયો. ઘાસની જેમ રામસૈન્ય કપાવા લાગ્યું. રાક્ષસ-સુભટો રામસૈન્યમાં ઘૂસી ગયા ને ઘોર યુદ્ધ કરવા લાગ્યા. બે ઘડીમાં જ રામસૈન્યની આગળની હરોળ ભેદાઈ ગઈ. નલ અને નીલ ઘવાયા, તરત તેમને રથમાં નાંખી, પ્રસન્નકાર્તિ શિબિરમાં લઈ ગયો.
પોતાના સૈન્યની પ્રથમ હરોળ ભેરાઈ ગયેલી જોઈ, તરત હનુમાને પોતાના રથને આગળ લીધો. સુગ્રીવે બે લાખ સુભટો સાથે આવી, પુનઃ પ્રથમ હરોળ મજબૂત બનાવી લીધી. હનુમાનજીએ બ્રહ્માંડ ફોડી નાખે તેવો ધનુષ્ય-ટેકાર કર્યો અને તીરોની વર્ષા વરસાવી. ક્ષણભર રાક્ષસસૈન્યને રસ્તબ્ધ કરી નાખ્યું. હનુમાનને અગ્રભાગે જોઈ, વયોવૃદ્ધ સેનાની માલી સામે જ દોડી આવ્યો. હનુમાને માલીને
For Private And Personal Use Only