________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
ઉ૭૩ દશમુખની છાવણીમાં ઇન્દ્રજિત, મેઘવાહન, મારીચ, કુંભકર્ણ વગેરે વીરો સાથે રાવણ ગંભીર મંત્રણાઓ કરી રહ્યો હતો. તે ઉત્તેજિત હતો. નલ-નીલના હાથે હસ્ત-પ્રહસ્ત જેવા વીરોનો વધ રાવણ માટે અસહ્ય હતો. લાખો રાક્ષસ સુભટોનો સંહાર તેના હૃદયને પીડી રહ્યો હતો. તેમની મંત્રણા ચાલતી હતી ત્યાં ચરપુરુષ સાથે વજદરે પ્રવેશ કર્યો. રાવણને નમન કરી, તેણે કહ્યું :
આ ચરપુરુષ સમાચાર લાવ્યો છે કે આવતીકાલે શત્રુસૈન્યનું સેનાપતિપણું હનુમાન સંભાળશે.”
ભલે કાલે હનુમાન આવે કે ખુદ રામ-લક્ષ્મણ આવે, કાલે હું શત્રુસૈન્યનો સંહાર કરીશ.' કુંભકર્ણ બરાડી ઊઠ્યો.
આવતી કાલે રાક્ષસ સૈન્યનું સેનાપતિપદ કોને સોંપવાનું છે?' ઇન્દ્રજિતે પૂછ્યું. વજોદર સંભાળે.”
અહોભાગ્ય મારાં, વજોદરે રાવણનાં ચરણોમાં મસ્તક નમાવી, આદેશ ઝીલી લીધો.
લંકાના સૈન્યમાં વજોદર સિંહ ગણાતો. તેનું બળ અને તેની બુદ્ધિ, તેની યુદ્ધકુશળતા અને વ્યુહાત્મક દૃષ્ટિ હંમેશાં રાક્ષસસૈન્યને વિજય અપાવતાં હતાં. રાવણે વજોદરની પસંદગી સુયોગ્ય કરી હતી.
વજોદર સૈન્ય છાવણીનું નિરીક્ષણ કરી, બીજા દિવસના યુદ્ધનો યૂહ રચતો નિદ્રાધીન થયો.
બીજો દિવસ [શ્રી રામે બીજા દિવસના યુદ્ધનાં સૂત્ર વીર હનુમાનને સોંપ્યાં, જ્યારે રાવણે તેના પ્રચંડ શક્તિશાળી સુભટ વજોદરને સેનાનું નેતૃત્વ સોંપ્યું છે.
નલ અને નીલ ઘવાય છે, ત્યારે હનુમાન પડકાર ફેંકે છે. વજોદર અને હનુમાનનો ભીષણ સંગ્રામ ખેલાય છે. હનુમાન વજોદરનો શિરચ્છેદ કરી, રાક્ષસસૈન્યમાં કમકમાટી ફેલાવી દે છે. બીજી બાજુ ઇન્દ્રજિત અને ચન્દ્રરશ્મિ યુદ્ધને ચગાવે છે. હનુમાન રાવણપુત્ર જંબૂમાલીને વધેરી નાંખી, રાવણને રાડ પડાવી દે છે. ત્યાં કુંભકર્ણ યુદ્ધમાં પ્રવેશે છે! પણ સુગ્રીવ કુંભકર્ણને ટીપી નાંખે છે. કુંભકર્ણ હનુમાનને બગલમાં દબાવે છે અને ઇન્દ્રજિત-મેઘવાહનની બાંધવબેલડી સુગ્રીવ-ભામંડલને “નાગપાશથી જકડીને, યુદ્ધ પર કાબૂ જમાવે છે. ત્યાં
For Private And Personal Use Only