________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
કર
પ્રથમ દિવસના યુદ્ધમાં શ્રી રામના સૈન્યની ખુવારી રાવણના સૈન્ય કરતાં ઓછી થઈ હતી, સંતાપ, વિઘ્ન, પ્રથિત વગેરે વીર સેનાપતિઓ માર્યા ગયા હતા. રાવણના સૈન્યમાં હસ્ત-પ્રહસ્તનો વધુ, એક મોટી હાનિ થઈ હતી. તદુપરાંત જ્વર, શુક, સ્વયંભૂ વગેરે અનેક પ્રથમ પંક્તિના સેનાપતિઓ માર્યા ગયા હતા. સૈન્યની પણ ભારે ખુવારી થઈ હતી.
સુગ્રીવે શ્રી રામને કહ્યું :
‘સ્વામિન્, આજે થયેલી રાક્ષસ સેનાની ખુવારીથી રાવણ અવશ્ય રોષથી ધમધમશે. બીજા દિવસનું યુદ્ધ જરૂ૨ દેવોને પણ ધ્રુજાવનારું બનશે. કાલે તે યુદ્ધમાં ઇન્દ્રજીત અને મેઘવાહન વગેરે દુર્જય વીરોને ઉતારશે.'
‘ભલે એ ઇન્દ્રજિતને ઉતારે કે સ્વયં રાવણ ઊતરે, હું યુદ્ધાગ્રે રહીશ.’
‘એ નહીં બને. જ્યાં સુધી લક્ષ્મણ છે, ત્યાં સુધી આર્યપુત્રને કષ્ટ ઉઠાવવાનું હોય જ નહીં. લક્ષ્મણનું એક એક તીર શત્રુનાં હૃદય વીંધી નાંખશે .' લક્ષ્મણજી બોલી ઊઠ્યા, સુગ્રીવે નમન કરીને કહ્યું :
આપે યુદ્ધ આપવાનું જ છે, પણ કાલે નહીં. કાલે તો વીર હનુમાન રાક્ષસોને રાડ પડાવશે. આવતી કાલના યુદ્ધમાં સેનાપતિ હનુમાન હશે.'
‘મારા પર મહાન કૃપા કરી,' હનુમાને પ્રણામ કરી, સુગ્રીવનો પ્રસ્તાવ વધાવી લીધો.
બીજા દિવસનું યુદ્ધ તીવ્ર રસાકસીવાળું બનશે. કાલે મને યુદ્ધાગ્રે રાખી એ અન્યાયી અને ઘમંડી દશમુખને શિક્ષા કરવાનો અવસર મળે તો..’ બિભીષણે શ્રીરામને વિનંતી કરી.
‘લંકેશ, તમે તો છો જ. જ્યારે તમને તમારી આવશ્યકતા દેખાય ત્યારે તમે ગમે તે સમયે યુદ્ધમાં અગ્રભાગ સંભાળી શકો છો.’
‘મહાન કૃપા કરી. '
ત્યારબાદ સુગ્રીવની શિબિરમાં સુગ્રીવ, હનુમાન અને ભામંડલ ભેગા થયા. શ્રી રામે બિભીષણને પોતાની જ શિબિરમાં શયન કરવાનો આગ્રહ કરી, મોડી રાત સુધી બિભીષણ સાથે વાતો કરી, લક્ષ્મણજીએ અંગદને સાથે લઈ, યુદ્ધની છાવણીની ચારેકોર એક પ્રદક્ષિણા કરી, છાવણીનું નિરીક્ષણ કર્યું અને આવીને શ્રીરામની શિબિરના હારે ઊભા રહી ગયા. ત્યારે નલ-નીલ અને પ્રસન્નકીર્તિ પ્રથમ દિવસના યુદ્ધની કમકમાટીભરી રોમાંચક વાતો કરતા, સૈનિકોને ઉત્સાહિત
કરતા હતા.
For Private And Personal Use Only