________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
ઉ૭૧ ત્યાં તો વાનર સૈન્યમાંથી કારમી ચીસો ઊઠી! હસ્ત-
પ્રસ્તના વધથી વિફરેલા રાક્ષસ સુભટોએ છેલ્લા પ્રહરમાં ક્રૂરતાથી વાનરસૈન્યને કાપવા માંડયું હતું. મારીચ, જવર, ઉદ્દામ, વિપ્ન, સિહજઘન વગેરે રાક્ષસ સેનાપતિઓ એકસાથે તૂટી પડયા હતા. લાખો રાક્ષસ સુભટો મરણિયા બની, રામ સૈન્યની કતલ કરી રહ્યા હતા. જોતજોતામાં હજારો હર્ષઘેલા વાનર સૈનિકો કપાઈ ગયા. હનુમાન અને પ્રસન્નકીર્તિ પુનઃ યુદ્ધાગ્રે જવા તૈયાર થયા, પણ સુગ્રીવે તેમને રોક્યા. ત્યાં સંતાપ, નંદન, દુરિત, વિપ્ન, પ્રથિત વગેરે પરાક્રમી સુભટોના રથ યુદ્ધભૂમિને ચીરતા, યુદ્ધના અગ્રભાગે પહોંચી ગયા અને રાક્ષસસૈન્યના ધસમસતા. પ્રવાહને ખાળીને ઊભા. સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતો. પશ્ચિમ દિશા લાલ બનતી જતી હતી, યુદ્ધ પણ લાલ બની રહ્યું હતું. હસ્ત-પ્રહસ્તના વધનો બદલો લેવા મારીચ મહાકાળ બનીને તૂટી પડ્યો હતો.
મારીચને સંતાપે હંફાવવા માંડ્યો. સંતાપ સુગ્રીવના પરાક્રમી સેનાપતિઓની હરોળનો એક સેનાપતિ હતો. પરંતુ મારીચને એ લાંબા સમય સુધી હંફાવી ન શક્યો. મારીચે સંતાપના રથને તોડી નાખ્યો અને સંતાપને તીરોથી વીંધી નાખ્યો. સંતાપને મરાયો જાણી, નંદન-સેનાપતિએ વર-રાક્ષસ સેનાપતિને ચલોકે પહોંચાડી દીધો.
ઉદ્દામ અને વિદ્ગ-વાનરનું યુદ્ધ પણ ખરેખરું જામ્યું હતું. વિખે ઉદામના રથને તોડી નાંખ્યો, ઉદ્દામના રથની ધજાને ચીરી નાંખી, તેના ધનુષ્યને તોડી નાંખ્યું. ઉદ્દામ હેરાન થઈ ગયો. તે બીજા રથમાં આરૂઢ થયો અને વિષ્મ પર તૂટી પડ્યો. ખડગના ઉપરા છાપરી ત્રણ પ્રહાર કરી, વિપ્નના શરીરના ટુકડા કરી નાંખ્યા.
પ્રસન્નકીર્તિના પરાક્રમી સેનાપતિ દુરિતે લંકાના યશસ્વી સુભટ શુક રાક્ષસને યમસદનમાં પહોંચાડ્યો. એ જ સમયે સિંહજઘન-રાક્ષસે પ્રથિત નામના વાનરસેનાપતિનો વધ કર્યો અને સૂર્ય અડધો ડૂબી ગયો. યુદ્ધ તરત થંભી ગયું.
સૈન્યો પોતપોતાની છાવણીમાં પાછા ફર્યા. યુદ્ધનું મેદાન ભયજનક બની ગયું હતું.
એક બાજુ સ્નાન, ભોજનાદિથી નિવૃત્ત થઈ સુભટો વિશ્રામ કરવા લાગ્યા. બીજી બાજુ મશાલોના પ્રકાશના સહારે પોતપોતાના સુભટોના મૃત ફ્લેવરોને ઓળખી, કાવડમાં મૃતકોને ભરી-ભરી, તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો હતો.
For Private And Personal Use Only