________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
ઉકલ છવાઈ ગયું. દશમુખે આજના યુદ્ધનું સેનાપતિ પદ હસ્ત અને પ્રહસ્તને સોંપ્યું. હસ્તપ્રહસ્તે શ્રી રામના સૈન્યની સામે કુશળતાપૂર્વક વ્યુહ રચી દીધો. સામે જ બે લાખ સુભટો સાથે ઊભેલા વિરાધ સામે હસ્ત-પ્રહતે એક લાખ રાક્ષસ સુભટો સાથે સુંદને ખડો કર્યો. ઉત્તરમાં એક લાખ સુભટો સાથે સ્વયંભૂને ગોઠવ્યો. ઉત્તરમાં ચુનંદા બે લાખ સુભટ સાથે સારણને રવાના કર્યો.
ઉદયાચલે સહસ્ત્રકિરણની પધરામણી થઈ અને રામ-રાવણનાં સૈન્યો વચ્ચે ઘમસાણ યુદ્ધ જામ્યું. બન્ને સૈન્યો નિશ્ચિત વિજય માટે મેદાને પડ્યાં. કોઈને પોતાના પરાજયની શંકા ન હતી. શસ્ત્રોના પ્રહાર થવા લાગ્યા. વાહનો પરસ્પર અથડાવા લાગ્યાં. કોઈ વિજયના હુંકારા કરવા લાગ્યા તો કોઈ મૃત્યુની ચીસ નાંખવા લાગ્યા. એક પ્રહર વીતતાં તો હજારો સુભટોની લાશો ઢળી પડી. હજારો હાથી-ઘોડા છેલ્લા શ્વાસ લેતા, યુદ્ધ મેદાનમાં તરફડવા લાગ્યા. બન્ને પક્ષમાં કોઈને વિજયનાં એંધાણ ન દેખાયાં. બીજા પ્રહરનો પ્રારંભ થતાં, નલ-નીલે બીજા બે લાખ સુભટોને સીધો ઘસારો કરી, રાક્ષસ-સૈન્યનો કચ્ચરઘાણ કાઢવા આદેશ કર્યો. બે લાખ નવા-તાજા વાનર સુભટો સાથે વિરાધ મરણિયો બનીને રાક્ષસસૈન્ય પર તૂટી પડ્યો. ઘડી બે-ઘડી સમયમાં રાક્ષસસૈન્ય હાહાકાર કરતું, પાછળ હટી ગયું. વાનર સૈન્ય આનંદની કિકિયારીઓ કરી.
હસ્ત-પ્રહસ્તે રાક્ષસસૈન્યને પાછળ હટતું જોઈ, તરત પોતાના રથ રાક્ષસસૈન્યના અગ્ર ભાગે લીધા. હસ્ત-પ્રહસ્તને અગ્રભાગે આવતા જોઈ, નલ અને નીલે પોતાના રથ એમની સામે અથડાવી દીધાં. નલે હસ્તને યુદ્ધ માટે પડકાર્યો. નીલે પ્રહસના રથ પર ગદાનો પ્રહાર કરી, પોતાના તરફ આકર્મો.
ઉત્તરમાં હનુમાનજીએ સારણને અને એના બે લાખ સુભટોને ત્રાસ ત્રાસ પોકારાવી દીધો. હનુમાનજીના એક લાખ સુભટોએ રણશુરા બનીને રાક્ષસસૈન્યની ખુવારી બોલાવી દીધી. હનુમાનજીએ બીજા પ્રહરના અંતે સારણનો રથ તોડી નાખ્યો. સારણે બીજો રથ લીધો. હનુમાનજીએ રથના અશ્વને યમલોક પહોંચાડ્યા; સારણ ત્રીજા રથનો આશ્રય લેવા જાય તે પૂર્વે હનુમાનજીના તીરે સારણની છાતી ચીરી નાંખી. સારણ મરાતાં રાક્ષસસૈન્ય હતવીર્ય બની, યુદ્ધભૂમિ પરથી ભાગવા માંડ્યું.
દક્ષિણમાં પ્રસન્નકીર્તિ અને સ્વયંભૂનો સંગ્રામ દેવો માટે પણ દર્શનીય બની ગયો હતો. યુવાન પ્રસન્ન કીર્તિ વૃદ્ધત્વ પામી ચૂકેલા, સ્વયંભૂને હંફાવી રહ્યો હતો, પરંતુ સ્વયંભૂ અનુભવી રણવીર સેનાપતિ હતો. તેણે પ્રસન્નકીર્તિને ઘેરી
For Private And Personal Use Only