________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯. ભીષણ યુદ્ધ :
RSET
પ્રથમ દિવસ (પ્રથમ દિવસના યુદ્ધનું સુકાન નલ-નીલની બાંધવ બેલડીને શ્રી રામ સોંપે
રાવણ હસ્ત-પ્રહસ્ત નામના વીર રાક્ષસ સેનાપતિઓને પ્રથમ દિવસના યુદ્ધનું સંચાલન સોંપે છે.
પરાક્રમી નલ હસ્ત-રાક્ષસનો વધ કરે છે, ત્યારે પ્રહસ્ત નીલના હાથે યમલોક પહોંચે છે. હનુમાન અને પ્રસન્નકીર્તિ રણશૂરા બની રાક્ષસ-સૈન્યની ભારે ખુવારી કરે છે, ત્યારે છેલ્લા પ્રહરમાં રાક્ષસસૈન્ય રામ-સૈન્યમાં હાહાકાર ફેલાવી દે છે અને સૂર્ય અસ્ત થાય છે.]
હિંસદ્વીપ પર આઠ દિવસ થયા.
આઠ દિવસમાં સુગ્રીવ, હનુમાન તથા ભામંડલે યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો. બિભીષણ, સુગ્રીવ વગેરેના બુદ્ધિચાતુર્યને જોઈ પ્રસન્ન થઈ ગયો. સુગ્રીવે શ્રી રામને કહ્યું :
બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે, હવે આપણે લંકાનાં દ્વાર ખખડાવવાં જોઈએ.'
પ્રયાણ આરંભી દો.' શ્રી રામે આજ્ઞા કરી. યુદ્ધની ભેરીઓ વાગી ઊઠી. લાખો સૈનિકોના જયનાદે લંકાને ધ્રુજાવી દીધી. અલ્પ સમયમાં જ લંકાના સીમાડે વીસ યોજન ભૂમિમાં શ્રી રામની સેનાએ ઉતરાણ કર્યું. એક યુદ્ધનગર જ જાણે વસી ગયું. ચંદ્રરશ્મિએ વીસ યોજનમાં પથરાયેલા સૈન્યની ચારે બાજુ સુરક્ષા ઊભી કરી દીધી. કોઈ પણ રાક્ષસ ચરપુરુષ યુદ્ધ-શિબિરમાં ઘૂસી ન શકે, તેવું મજબૂત સંરક્ષણ ગોઠવી, સુગ્રીવને કહ્યું :
સૈન્ય-શિબિરના સંરક્ષણની જરૂરી પ્રબંધ થઈ ગયો છે. આપ નિશ્ચિત બની, હવે યુદ્ધના મેદાન પર સૈન્યને ઉતારી શકો છો
સુગ્રીવ, હનુમાન અને ભામંડલ પોત-પોતાના રથમાં આરૂઢ થયા હતા. સુગ્રીવે શ્રી રામને કહ્યું :
હવે આપણે યુદ્ધમેદાને જવાની તૈયારી કરીએ. સૂર્યોદય થવામાં માત્ર એક
For Private And Personal Use Only