________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા-પ્રયાણ
૯૬૫ લંકાની પ્રજાને જયારે રાજકુળના આંતરિક ક્લેશની ખબર પડી. ત્યારે પ્રજાની સહાનુભૂતિ બિભીષણ તરફ ઢળી, પણ રાવણનો વિરોધ કરી, નાશ વહોરવા કોણ તૈયાર થાય? ભૌતિક વૈભવમાં રાચવામાં ટેવાયેલી પ્રજા, સત્ય ખાતર બધું જતું કરવા તૈયાર ન હતી. બિભીષણે શ્રી રામના સાંનિધ્યમાં જવાનો સંકલ્પ કરી, હંસદીપની દિશા પકડી.
હસદ્વીપમાં લંકાના રાજકુળના કલહનો વૃત્તાંત ચરપુરુષો દ્વારા પહોંચી ગયો હતો. પરંતુ બિભીષણ શ્રી રામ પાસે આવશે તેનો ખ્યાલ કોઈને નહોતો આવ્યો.
આકાશમાર્ગે બિભીષણ હંસદ્ધિપ પર આવી પહોંચ્યો. બીજી બાજુ લંકામાંથી બિભીષણના ગયા પછી, લંકાના સૈન્યમાં ખળભળાટ મચી ગયો. સૈન્યના વિભાગ પડી ગયા. બિભીષણની પવિત્ર છાયા અને દીર્ઘદૃષ્ટિની સૈન્ય પર ઘેરી અસર પડતી હતી. “બિભીષણ લંકાપતિને છોડી, લંકાની બહાર ચાલ્યા ગયા છે,' એ સમાચાર મળતાં જ સૈન્યની પ્રથમ કક્ષાની ત્રીસ અક્ષૌહિણી સેના (જેમ વર્તમાનમાં ડિવિઝન કહેવાય છે) બિભીષણનો પક્ષ લઈ, લંકાની બહાર નીકળી ગઈ અને બિભીષણના આદેશની પ્રતીક્ષા કરતી ઊભી રહી.
અચાનક બિભીષણને હંસદ્વીપ પર જોઈને, સુગ્રીવ વગેરે ચમકી ગયા. સુગ્રીવે ભામંડલને કહ્યું :
હું આ રાક્ષસકુળથી સુપરિચિત છું. ભૂત-ડાકણ પર હજુ વિશ્વાસ મુકાય, આ લોકો પર નહીં.”
તેઓ શ્રી રામ પાસે ત્વરાથી પહોંચ્યા. ત્યાં હનુમાન, મહેન્દ્ર, નલ-નીલ વગેરે હાજર હતા. ત્યાં દ્વારપાલે પ્રવેશ કરીને, શ્રી રામને પ્રણામ કર્યા અને સંદેશો આપતાં કહ્યું :
“દશરથનંદનની સેવામાં બિભીષણ ઉપસ્થિત થવા દ્વારા બહાર ઊભા , આપની અનુજ્ઞા હોય તો તેઓ અંદર આવે.” શ્રીરામે સુગ્રીવ તરફ જોયું. સુગ્રીવે કહ્યું :
સ્વામિન્, રાક્ષસોની પ્રકૃતિ જન્મથી જ માયાવી હોય છે. ક્ષુદ્ર હોય છે. છતાં બિભીષણ આવ્યા છે, તે ભલે આવે. જેવા પડશે તેવા દેવાશે!”
ત્યાં એક વયોવૃદ્ધ અનુભવી વિશાળ નામનો વિદ્યાધર ઉપસ્થિત હતો, જે લંકાના રાજકુલને, તેમાં ય બિભીષણને સારી રીતે ઓળખતો હતો. તેણે શ્રી રામને પ્રણામ કરીને, વિનયપૂર્વક કહ્યું :
For Private And Personal Use Only