________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७७४
જૈન રામાયણ બિભીષણનાં નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં. તે બોલ્યો :
શત્રુના પક્ષે હું નથી પણ પુત્રરૂપે તું શત્રુ જન્મ્યો છે. તે કુળનો નાશ કરી રહ્યો છે. મહાન ઐશ્વર્ય અને સુંદરીના મોહમાં અંધ બનેલા, તારા પિતાનો પક્ષ કરીને તું શું કુળનાશ નથી કરી રહ્યો? મૂઢ, હજુ તને ધાવણના દાંત છે, તું શું સમજે છે?” બિભીષણ રાવણ તરફ ફરીને બોલ્યો :
“રાજન, આ પુત્રથી અને તમારા દુશ્ચરિત્રથી સર્વનાશ થશે, અવિલંબ પતન થશે.”
અભિમાની રાવણ બિભીષણનાં તીણ વામ્બાણો સહન ન કરી શક્યો. તેના ક્રોધે માઝા મૂકી દીધી. ભીષણ ખડગ લઈ તે બિભીષણ તરફ ધસ્યો. બિભીષણે ભીષણરૂપ ધારણ કર્યું. પાસેનો પાષાણતંભ ઉખેડી નાંખી, સ્તંભને ઉપાડી રાવણ સામે દોડ્યો. બે મદોન્મત્ત હાથીઓ એકબીજાનો વધ કરવા તૈયાર થયા. પરંતુ તરત જ કુંભકર્ણ અને ઇંદ્રિજત વચ્ચે પડ્યા. કુંભકર્ણ બિભીષણને પકડી એના આવાસમાં લઈ ગયો. ઇન્દ્રજિત રાવણને તેના નિવાસે લઈ ગયો.
લંકાના પતનની આ આગાહી હતી. ગૃહલેશે પતનનાં એંધાણ આપ્યાં. બિભીષણની ન્યાયનિષ્ઠા રાવણને ન ગમી. રાવણનું અવિચારીપણું બિભીષણને ન રચ્યું.
બિભીષણ રાવણના પ્રખર પ્રતાપમાં ન અંજાયો. તેણે શ્રી રામ સામે યુદ્ધ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાવણે બિભીષણને હુકમ કરી :
મારી નગરી છોડી ચાલ્યો જા. પોતાના જ આશ્રય પર અંગારો ફેંકનાર મારે ન જોઈએ.” - બિભીષણ માટે હવે બીજો કોઈ વિકલ્પ ન હતો. લંકાના સામ્રાજ્ય પર બિભીષણનો પણ અધિકાર હતો. પણ તેણે ન્યાય, નીતિ અને નિષ્ઠાની ખાતર સર્વસ્વનો ત્યાગ કરવાનું સ્વીકાર્યું.
બિભીષણને કોણ સમજાવવા જાય? ઇંદ્રજિત અને મેઘવાહન તો રાવણના જ પક્ષે બેઠેલા હતા. જ્યારે મારિચ વગેરે સામંતો અને મંત્રીઓ બિભીષણની વાતનો હૃદયથી સ્વીકાર કરતા હતા, પરંતુ રાવણને ત્યજી દેવાનું તેમનું મનોબળ ન હતું. બિભીષણે લંકાનો ત્યાગ કર્યો.
For Private And Personal Use Only