________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
બહુમાનપૂર્વક રામ-લક્ષ્મણને નગરમાં લઈ ગયો. હંસદ્વીપ પર સૈન્યનો વ્યવસ્થિત પડાવ નાખવામાં આવ્યો. ચારે બાજુ સખત સુરક્ષા કરી દેવામાં આવી. સુરક્ષાનો ભાર ચંદ્રરાશિમ અને નલ-નીલને સોંપવામાં આવ્યો.
શ્રી રામ અને લક્ષ્મણ વિશાળ સૈન્ય સાથે હંસીપ સુધી આવી ગયાના સમાચાર રાવણને મળી ગયા.
લંકાની શેરીએ શેરીએ રામસૈન્યની વિવિધ વાતો પૂરજોશમાં ચાલવા લાગી. લંકામાં ભારે ખળભળાટ મચી ગયો.
રાવણે તરત યુદ્ધ-પરિષદ બોલાવી. કુંભકર્ણ, બિભીષણ ઇન્દ્રજિત, હસ્ત, પ્રહસ્ત, મારીચ, સારણ વગેરે પરાક્રમી વીરો સાથે વિચાર-વિમર્શ કર્યો. મારીએ કહ્યું :
શ્રીરામના સૈન્યમાં અનેક વિદ્યાધર રાજાઓ જોડાયા છે. વાનરદ્વીપનો અધિપતિ સુગ્રીવ, વાલીપુત્ર ચંદ્રરશ્મિ, પાતાલલંકાનો રાજા વિરાધ, મહેન્દ્રપુરના વયોવૃદ્ધ રાજા મહેન્દ્ર, ભામંડલ, રાજા સમુદ્ર અને સેતુ, વગેરે ઉપરાંત વીર હનુમાન, નલ-નીલ વગેરે હજારો-લાખો સુભટો સાથે શ્રી રામ હંસદ્વિીપ પર બેઠા છે. આ નિવેદન કરવાનું મારું પ્રયોજન આપણી તૈયારીઓ છે! આપણે ખૂબ ચોકસાઈપૂર્વક તૈયારીઓ કરવી જોઈએ.' મારીચની વાત સાંભળી દશમુખે કહ્યું :
યુદ્ધની ભેરીઓ વગડાવો. એક એક રાક્ષસ સુભટ એક એક વાનરોનો કવળ કરી જશે. મારો એક એક વીરસેનાની રામની સેનાનો સંહાર કરવા શક્તિમાન છે. તમે સહુ અવિલંબ યુદ્ધની તૈયારી કરો.”
બધી વાતો શાંતચિત્તે સાંભળી રહેલો બિભીષણ ઊભો થયો અને નમન કરી કહ્યું :
રાક્ષસવંશભૂષણ! કૃપા કરો. મારાં બે વચન સાંભળી, એના પર ગંભીર વિચાર કરો, એવી મારી પ્રાર્થના છે. | સર્વ પ્રથમ તો એ વિચારો કે પરસ્ત્રીનું અપહરણ કરવાનું જે પગલું ભરવામાં આવ્યું છે, તે શું વિચારપૂર્વક કરવામાં આવ્યું છે? શું તે આ લોક અને પરલોકમાં વિનાશ કરનારું કૃત્ય નથી? શું આ કૃત્યથી આપણું કુળ કલંકિત થયું? સાચે જ, આ કૃત્યથી મને ઘણું દુઃખ થયું છે. શરમથી મારું મસ્તક નથી ઝૂકી જાય છે. અસંખ્ય વર્ષના રાક્ષસવંશના ઇતિહાસમાં આવું શરમજનક કૃત્ય કોઈએ કર્યું નથી. ખેર, હજુ કંઈ બગડી ગયું નથી. પોતાની પત્નીને લેવા શ્રી રામ આવી રહ્યા છે. તેમને તેમની પત્ની સોંપી દેવાનું આતિથ્ય કરો, એમાં
For Private And Personal Use Only