________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
ત્યાર પછી એક ભવ્ય દેદીપ્યમાન વિમાન શ્રી રામ-લક્ષ્મણને લઈ ઊડતું હતું. તેમની પાછળ ચુનંદા એક લાખ સુભટોને લઈ એક હજાર વિમાનોનું નેતૃત્વ કરતો સુગ્રીવ ઊડી રહ્યો હતો. સહુની પાછળ સો વિમાનો સૈન્યના પરિચારકોના કાફલાને લઈને ઊડી આવતાં હતાં.
સહુને જેમ યુદ્ધનો જુસ્સો હતો તેમ લંકા જોવાનો પણ તલસાટ હતો. જ્યારે હનુમાનજીનો તો માર્ગમાં આવતા રાજાઓને પરાજિત કરી, સૈન્યમાં તેમની પણ ભરતી કરવાનો સંકલ્પ હતો.
સૈન્ય સમુદ્ર ઉપરથી પસાર થઈ રહ્યું હતું.
આ સમુદ્રના અધિપતિ હતા રાજા સેતુ અને સમુદ્ર. સમુદ્રની મધ્યમાં વિલંધર પર્વત ઉપર વેલંધર-નગરમાં તેમની રાજધાની હતી. તેમણે આ વિરાટ સૈન્યને આકાશમાર્ગે જતું જોયું. તરત જ તેમણે યુદ્ધની ભેરી વગડાવી અને સૈન્યના અગ્રભાગે યુદ્ધ ચાલુ કરી દીધું.
અગ્રભાગે હનુમાન હતા. એ કદાચ એ રાજાઓ જાણતા નહીં હોય કે જાણવા છતાં ઉપેક્ષા કરી હશે! હનુમાને પડકાર ઝીલી લીધો, પણ સાથે બેઠેલા નલ અને નીલે હનુમાનને રોકીને કહ્યું :
તમારું કામ લંકાના સીમાડે છે, અહીં અમે કામ પતાવીએ!”
અવકાશમાં જ યુદ્ધ જામી પડ્યું. સમુદ્ર અને તેની સામે નલ અને નીલ જામી પડયા. હજુ સૈન્ય યુદ્ધ આરંભે એ પૂર્વે તો નવે સમુદ્રને બાંધી લીધો અને નીલે સેતુને બાંધ્યો! હનમાને કહ્યું :
આ પહેલી પ્રસાદી શ્રી રામના ચરણે ધરી આવો!” બંને રાજાઓને લઈ નલ-નીલ શ્રી રામ-લક્ષ્મણના વિમાન પાસે આવ્યા.
આ બે ઉદ્ધત રાજાઓએ આપણા સૈન્યના અગ્રભાગે યુદ્ધ કરી, આપણી ગતિ રોકી હતી. તેમને અમે આપની સામે ઉપસ્થિત કર્યા છે.”
બંને રાજાઓ શ્રી રામનાં ચરણોમાં નમી પડ્યા. શરણાગતિ સ્વીકારી. શ્રી રામે બંને રાજાઓને બંધનમુક્ત કર્યા અને તેમનું રાજ્ય તેમને પાછું આપ્યું.
મહાન પુરુષો શત્રુ પણ જ્યારે પરાભૂત બનીને નમી પડે છે, ત્યારે તેમના પર કૃપાળુ બને છે.
રાજા સમુદ્ર વિનંતી કરી. “કૃપાનાથ, આજની રાત વેલંધરપુરમાં પધારો. કાલે પ્રભાતે પ્રયાણ કરશો.”
શ્રી રામે રાજા સમુદ્રની વિનંતી માન્ય કરીનલ-નીલ સાથે હનુમાનને સંદેશ મોકલ્યો કે “સૈન્યને નીચે ઉતારો'.
For Private And Personal Use Only