________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા-પ્રયાણ
ફિફ૩ આપણી અપકીર્તિ થઈ જવાની નથી કે આપણા પરાક્રમને કલંક લાગી જવાનું નથી, હા એથી ભૂલ સુધરી જશે અને શ્રીરામ-લક્ષ્મણ સાથે આપણી મિત્રતા બંધાશે.
જો તમે જીદ કરીને સીતાને બહુમાનપૂર્વક પાછી નહીં સોપો તો રામ યેનકેન પ્રકારેણ સીતા મેળવીને જ રહેશે. એટલું જ નહિ સમગ્ર કુળનો નાશ કરશે. તમે અને તમારા પક્ષકારો સહુ યુદ્ધની આગમાં હોમાઈ જશ, ભલે મારીચ-સારણ વગેરે તમને સાચી સલાહ ન આપે. હું તમારો અનુજ બંધુ છું, તેથી મારે તમને સાચી સલાહ આપવી જ રહી. ભલે તમને કદાચ એ ન ગમે.
જો મારી વાત ગમતી હોય તો યુદ્ધનો વિચાર પડતો મૂકો અને રામ-લક્ષ્મણનું આતિથ્ય કરવાની તૈયારી કરો. નહીંતર? રામ-લક્ષ્મણના ચરણોનો દાસ બની રહેલા હનુમાનનું પરાક્રમ જોયું.? ને અનુભવ્યો એનો સાહસિક પુરુષાર્થ? મોટાભાઈ, આમ કહીને હું તમારા પરાક્રમની અપકીર્તિ નથી કરતો, પરંતુ એક સનાતન સત્ય સમજાવું છું કે અંતિમ વિજય બળનો નથી થતો. સત્ય અને ન્યાયનો થાય છે, એ ન ભૂલશો કે સત્ય અને ન્યાય તમારા પક્ષે નથી.
ઇંદ્રની સંપત્તિ અને વૈભવ કરતાં તમારી સંપત્તિ અને વૈભવ અધિક છે. એક પરસ્ત્રીના કારણે શા માટે એ બધું હારી જાઓ છો?' રાવણ ઉત્તેજનાથી બધું સાંભળી રહ્યો હતો. ઇન્દ્રજિત ઊછળી પડયો.
તમે જન્મથી જ ભીરુ છો. તમે જ સર્વકુળનો નાશ નોતર્યો છે. પિતાજી પર પ્રહારો કરી, તમે બતાવી રહ્યા છો કે તમે પિતાજીના ભાઈ નથી. દશમુખ જેવા સમ્રાટનો અનુજ આવી ભીરુતા બતાવે? વિદ્યાધરેંદ્ર ઇંદ્રના જે વિજેતા છે અને સર્વસંપત્તિના જે નેતા છે, એવા પિતાજી માટે તમે કેવી હીન કલ્પનાઓ કરી રહ્યા છો? તમારે શરમાઈ જવું જોઈએ. તમને આજ સુધી પિતાતુલ્ય સમજતો ને માનતો આવ્યો છું એટલે કહેતાં જિલ્લા અચકાય છે. બાકી કહું છું કે તમે જ કુળના સંહારક છો, પહેલાં તમે જ પિતાને જૂઠું બોલીને ઠગ્યા હતા. દશરથનો વધ કરવાની, લંકાની રાજસભામાં પ્રતિજ્ઞા કરીને ગયા હતા ને? વધ કર્યા વિના પાછા આવ્યા ને પિતાજીને કહ્યું : “હું વધ કરી આવ્યો છું. કેવી વંચના.! કેવો દંભ?
હવે એ દશરથપુત્રને તમે બચાવવા નીકળ્યા છો, ખરું ને? એ ભૂચરોનો ભય બતાવો છો. તમને જરાય શરમ નથી આવતી? તમારી સમક્ષ ગુપ્ત મંત્રણા કરવી, તે પણ ઉચિત નથી.' રાવણ તરફ ફરીને ઇંદ્રજિતે કહ્યું : પિતાજી એમને મંત્રણામાંથી બહાર કરો.”
For Private And Personal Use Only