________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૧
લંકા-પ્રયાણ વેલંધર પર્વત સૈન્યથી છવાઈ ગયો. શ્રી રામને સપરિવાર રાજમહેલમાં લઈ જઈ, સમુદ્ર પ્રાર્થના કરી :
કૃપાળુ, મારી ત્રણ રૂપાભિરામ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી મને કૃતાર્થ કરો.'
શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી સાથે ત્રણ કન્યાઓનું લગ્ન કરવામાં આવ્યું. પ્રયાણની પ્રથમ રાત્રિ ત્યાં વિતાવી. બીજા દિવસે પ્રભાતે સૈન્ય આગળ વધ્યું. રાજા સમુદ્ર અને સેતુ પણ પોતાના સૈન્ય સાથે યુદ્ધપ્રમાણમાં જોડાયા. બંને રાજાઓને હનુમાનના વિમાનમાં સ્થાન આપવામાં આવ્યું. રાજા સમુદ્ર હનુમાનને કહ્યું :
આગળ સવેલાદ્રિ ઉપર સુવેલ નામનો પરાક્રમી રાજા છે, જો એને જીતી લેવામાં આવે તો આપણને ઉપયોગી બનશે.”
હનુમાને સૂચન વધાવી લીધું. વિમાનો સુવેલાદ્રિ ઉપર આવ્યો કે તરત હનુમાને યુદ્ધની ભેરી વગડાવી. રાજા સુલે પડકાર ઝીલ્યો. હજારો સુભટો સાથે તેણે આકાશમાં જ સખત હુમલો કર્યો. ભામંડલે પોતાના વિમાનને હનુમાનના વિમાન પાસે લઈ જઈ કહ્યું :
સુવેલને હું સમજી લઈશ!'
ભલે,” હનુમાને સંમતિ આપી. ભામંડલ અને સુવેલ વચ્ચે ઘોર સંગ્રામ ખેલાવા માંડ્યો. સુવેલના સુભટોને નલ-નીલે ભગાડી મૂક્યા. ભામંડલે સુવેલને અલ્પ સમયમાં જ યુદ્ધકેદી બનાવી લીધો.
રાજા સવેલને પણ શ્રીરામ પાસે લઈ જવામાં આવ્યો. તેણે શરણાગતિ સ્વીકારી. એક રાત્રિ સુવેલાદ્રિ પર વિતાવી આગળ પ્રયાણ કરવામાં આવ્યું. હનુમાને શ્રી રામને કહ્યું :
અહીંથી આગળ હંસદ્વીપ આવે છે, ત્યાંથી લંકા નજીક છે; માટે આપણે હિંસદ્વિીપના રાજા હંસરથને જીતી હંસદીપ ઉપર જ સૈન્યનો પડાવ નાંખીએ, બૃહની દૃષ્ટિએ જગા અગત્યની છે.”
સુગ્રીવે હનુમાનની વાતમાં સંમતિ આપી. શ્રી રામે હંસદ્વિીપ ઉપર રહેવાની અનુમતિ આપી. સૈન્ય હંસદ્વિીપ તરફ ઊપડ્યું. હંસરથને સમાચાર મળી ગયા હતા. તેણે યુદ્ધની તૈયારી કરી જ રાખી હતી. હનુમાને નલ અને નીલને હંસરથ પાસે મોકલ્યા. વિના યુદ્ધ હંસરથ જો શરણે આવી જાય તો યુદ્ધ ટાળી શકાય. નલ-નીલની સમજૂતીથી હંસરથ શ્રી રામના શરણે આવ્યો અને
For Private And Personal Use Only