________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનનું પરાક્રમ
ઉપ૭ મુગટ લઈ પાછા આવવાનું હતું. સુગ્રીવ વગેરે આ કાર્યને કપરું સમજતા હતા. તેમની સમજણ અર્થહીને ન હતી. રાવણ અને તેની લંકાથી, સુગ્રીવ આદિ રાજાઓ સુપરિચિત હતા.
હનુમાનનું આકાશયાન જ્યારે કિષ્ક્રિબ્ધિના ઉદ્યાનમાં ઊતર્યું ત્યારે લક્ષ્મણજી બોલી ઊઠ્યા “હનુમાન આવી ગયા!”
શ્રી રામ ઊભા થઈ ગયા. દોડતા આવતા હનુમાનની સામે શ્રી રામ દોડ્યા, તેને ભેટી પડ્યા. હનુમાને શ્રી રામનાં ચરણે નમન કરી, સીતાજીએ આપેલો મુગટ બે હાથે બહુમાનપૂર્વક રામને આપ્યો. રામ મુગટને જોતાં જ, છાતીસરસો ચાંપી, આંખો બંધ કરી, બે મિનિટ મૌન રહી ગયા. જાણે સાક્ષાત્ સીતાનું મિલન થયું હોય તેવો અવર્ણનીય આનંદ રામે અનુભવ્યો.
સહુ વૃક્ષોની ઘટામાં બેઠાં. હનુમાન શ્રી રામનાં ચરણોમાં બેસી ગયા. કહો, સીતા કુશળ છે ને?”
નાથ સીતા કેવી રીતે કશળ હોય? આપના વિના પાણી વિનાની માછલીની જેમ તરફડે છે અને નિરંતર રામનામ જપ્યા કરે છે.”
તમે મારી મુદ્રિકા આપી ત્યારે...?' “મેં અદશ્ય રહીને દેવીના ઉત્સંગમાં મુદ્રિકાને નાખી હતી. મુદ્રિકાને જોતાં જ દેવી આશ્ચર્યમાં પડી ગયાં. ચારેકોર જુએ, પરંતુ કોઈ દેખાયું નહીં. વારંવાર વીંટીને હાથમાં લઈ, છાતીએ લગાવતાં, દેવી અવર્ણનીય આનંદ અનુભવવા લાગ્યાં!
“પછી?” “પછી તો ત્યાં લંકાની પટરાણી મંદોદરી આવી, રાવણની દલાલી કરવા! આહા, દેવીએ પટરાણીને શું વાણી સંભળાવી છે? મંદોદરી વિલખી પડીને ગઈ. પછી હું દેવીની સામે ગયો, નમન કર્યું અને આપનો સંદેશો આપ્યો. “પછી શું બન્યું?”
મેં દેવનો મુગટ માગ્યો. દેવીએ આપ્યો. હા, એકવીસ દિવસથી દેવીએ ભોજન જ નહીં કરેલું.”
શું એકવીસ દિવસના ઉપવાસ? “હા જી, જ્યાં સુધી આપના સમાચાર ન મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી
For Private And Personal Use Only