________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭પ૭
અત્યાચારી અને પાશવી વૃત્તિ-પ્રવૃત્તિઓ તરફ એનું હૃદય કકળી ઊઠ્યું હતું. રાવણની આસપાસ વીંટળાઈ રહેનારા ખુશામતખોરો તરફ બિભીષણને ભારે ઘૃણા હતી, પરંતુ ઘૃણાની કોઈ અસર તે ખુશામતખોરો પર થતી ન હતી, કારણ કે લંકાપતિના તેમના પર ચાર હાથ હતા! પવિત્ર બિભીષણની વાતો કરતાં તે ખુશામત કરનારાઓની વાત ૫૨ રાવણ વધુ વિશ્વાસ કરતો હતો. બિભીષણને આ પરિસ્થિતિનો અંત ઘણો દુઃખદ અને સર્વવિનાશમાં દેખાતો હતો. આમ બિભીષણ ભવિષ્યને અંધકારમય, દુ:ખપૂર્ણ અને સર્વવિનાશમાં જોતો હતો.
દેવરમણ ઉદ્યાનમાં બેઠેલાં સીતાજી ભવિષ્યને પ્રકાશમય, સુખપૂર્ણ અને નૂતન સર્જનમાં જોતાં હતાં. હનુમાનના આગમને સીતાજીની સર્વ નિરાશાઓને ખંખેરી નાંખી હતી. સીતાજીની કલ્પનાસૃષ્ટિમાં આશાઓનાં ધાડેધાડાં ઊતરી પડ્યાં હતાં. ‘શ્રીરામ અને લક્ષ્મણ આવશે, ધોર સંગ્રામમાં રાવણ હણાશે. શ્રી રામ મારા પ્રાણનાથ, આવીને મને અયોધ્યા લઈ જશે!' આ સર્જનના માળખામાં અનેક અવાંતર આકારો તેઓ બાંધી રહ્યાં હતાં.
હવે તેઓ રોજ ભોજન કરતાં હતાં. પંચપરમેષ્ઠીના ધ્યાનમાં એકાગ્ર બનતાં હતાં અને મુખ ઉપર પ્રસન્નતા ધારણ કરતાં હતાં.
હનુમાન
સીતાજીના મુગટની મૂડી કમાઈને હનુમાને કિષ્કિન્ધિ તરફ આકાશમાર્ગે પ્રયાણ આદર્યું, પણ જતાં જતાં તેમની નૂતન ધર્મપત્ની લંકાસુંદરીને મળતા ગયા હતા. લંકાસુંદરીને પુનઃ અવિલંબ લંકા આવવાનું આશ્વાસન આપી, તેઓ નીકળ્યા હતા. માર્ગમાં ક્યાંય રોકાયા વિના, ક્યાંય તોફાન મચાવ્યા વિના, સીધા કિષ્મિન્ધિ પહોંચવાનું હતું.
જ્યારે હનુમાનનું આકાશયાન કિષ્કિન્ધિ ઉપર ચકરાવા લેતું આવી પહોંચ્યું હશે ત્યારે શ્રી રામ, લક્ષ્મણ અને ભામંડલ વગેરેના મનની શું સ્થિતિ થઈ હશે, તેનું વર્ણન કોઈ પ્રાચીન ગ્રંથમાં મળતું નથી!
શ્રી રામ!
કિષ્મિન્ધિનગરના ભવ્ય ઉદ્યાનમાં શોકાકુળ રામ!
મા વગરના વાછરડા જેવો વલવલાટ કરતા લક્ષ્મણ
હનુમાનજીની સહુ રાહ જોઈ રહ્યાં હતાં. લંકામાં સીતાજીને મળી તેમનો
For Private And Personal Use Only