________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનનું પરાક્રમ
બંને મહાબાહુ વીરો વચ્ચે કલ્પાંત જેવું દારુણ યુદ્ધ ખેલાવા માંડ્યું. લંકાના રાજમાર્ગો, ગલીઓ અને મહેલો જાગી ગયા. લંકાના કિલ્લાની બહાર તો યુદ્ધ ખેલાયાં હતાં. લંકાના મધ્યભાગમાં ખેલાતું યુદ્ધ, એક અકસ્માત હતો! એક જ વ્યક્તિ સમગ્ર રાક્ષસવીરોની તાકાત માપી રહી હતી એ એક સાહસ હતું! હનુમાનને યુદ્ધ નહોતું કરવું, એમને તો રાક્ષસવીરોના પરાક્રમને લજવીને, શ્રીરામના એક એક સુભટની તાકાતનો પરિચય આપીને, કિષ્ક્રિબ્ધિના રસ્તે પડવું હતું. આ તો એમના માટે એક છમકલું હતું, બે ઘડીની મોજ હતી, સીતાજીને પ્રસન્ન કરવાનો એક ખેલ હતો.
જેટલાં શસ્ત્રો ઇન્દ્રજિતે હનુમાન પર અજમાવ્યાં; હનુમાને એનાથી અનેકગણાં શસ્ત્રોથી ઇન્દ્રજિતને પરેશાન કર્યો. ઇન્દ્રજિતના સૈનિકોમાંથી કોઈ બીજીવાર હનુમાન પર પ્રહાર કરવા બચતું જ ન હતું! સૈનિકો અને શસ્ત્રોની સામગ્રી ખૂટી પડતાં, ઇન્દ્રજિત વિમાસણમાં પડી ગયો. ત્યાં સામેથી હનુમાનનું અટ્ટહાસ્ય પડઘા પાડી ઊઠ્યું. ઇન્દ્રજિત! આ તો શ્રીરામના એક જ સુભટ સામેનો સંગ્રામ છે. તો આવા લાખો-કરોડો સુભટોનો સામનો કેવી રીતે કરીશ? વિનાશલીલામાંથી ઊગરી જવું હોય તો તારા પિતાને સમજાવ, સીતાજી શ્રી રામને સોંપી આવે!”
ઇન્દ્રજિતે પોતાનું છેલ્લું અસ્ત્ર સંભાળ્યું. તેણે નાગપાશાસ્ત્ર હનુમાન પર છોડ્યું. પગથી માથા સુધી હનુમાન દૃઢ નાગપાશથી બંધાઈ ગયા. ઇન્દ્રજિતના મુખ પર વિજયનો ગર્વ ઊછળી આવ્યો. હનુમાને એ ગર્વને ટકવા દીધો. નાગપાશને એક જ અંગમરોડથી તોડી નાંખી, મુક્ત બનવા હનુમાન સમર્થ હતા, પરંતુ હનુમાને નાગપાશને શરીર શક્તિથી તોડવાનો પ્રયોગ લંકાની રાજસભામાં કરવાનું વિચારી, તરત તો ઇન્દ્રજિતને બેઆબરૂ થતો બચાવી
લીધો.
ઘણી ઘણી મહેનતના અંતે, ઘણી ખુવારી વહોર્યા પછી પણ મેળવેલો વિજય, તે ય સાચો નહીં, દગાથી ભરેલો! ઇન્દ્રજિત જેવા અપ્રતિમ યોદ્ધાને રાજી કરી દે છે! હનુમાનને લઈ, ઇન્દ્રજિત રાવણ પાસે આવી પહોંચ્યો. અનેક રાક્ષસ સુભટો હનુમાનને કુતૂહલથી, ભયથી, રોષથી જોઈ રહ્યા હતા. હનુમાનને રાવણ સામે ઊભા રાખવામાં આવ્યા. રાવણનો રોષ સમાતો ન હતો. તે બરાડી ઊઠ્યો. “અરે દુર્બુદ્ધિ. આ તેં શું કર્યું? આ જન્મ તું મારો સેવક અને તેં કોનો આશ્રય લીધો? બે ટંક પૂરું ખાવા પણ જેમને નથી મળતું, વન વન જે ભટકે છે, જંગલનાં ફળ ખાઈને જે જીવે છે, મલિન દેહ અને વસ્ત્રો, જંગલના
For Private And Personal Use Only