________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૨.
જૈન રામાયણ ‘દેવરમણ ઉદ્યાનમાં સૈનિકોને લઈને જા. ત્યાં કોઈ દુષ્ટ વિદ્યાધરકુમાર ઘૂસી ગયો છે અને તેણે મોટો ઉત્પાત મચાવ્યો છે. તેને જીવતો કે મરેલો લઈ આવ.”
જેવી આજ્ઞા.' અક્ષકુમાર પ્રણામ કરી, સૈનિકો સાથે ઉદ્યાન તરફ ત્વરાથી ચાલ્યો. સૈનિકોએ ઉદ્યાનને ઘેરી લીધું અને અક્ષકુમાર ઉદ્યાનમાં પ્રવેશી, હનુમાન સામે દોડ્યો. હનુમાને અક્ષકુમારને પડકાર્યો.
ભલે આવ્યો! ભોજનના પ્રારંભે ફળ જોઈએ ને?” મોટી ગર્જનાઓ ન કર. કપિ હમણાં તું હતો ન હતો થઈ જઈશ.” અક્ષકુમારે તીરોની વર્ષા વરસાવવા માંડી. હનુમાને પ્રતિપક્ષી તીરો વરસાવી, અક્ષકુમારને મૂંઝવી દીધો. અક્ષકુમારે મરણિયા થઈ, એક પછી એક તીણ શસ્ત્રોથી લડવા માંડ્યું. હનુમાનજીએ પણ, સાવધાનીથી મુકાબલો કરવા માંડ્યો. ધીમે ધીમે લડીને, હનુમાને અક્ષકુમારને ઉદ્યાનમાં જ વધેરી નાંખ્યો.
રાવણનો પુત્ર અક્ષકુમાર મરાયો. લંકામાં કોલાહલ મચી ગયો. ઉદ્યાનના એક સુરક્ષિત વિભાગમાં રહેલાં, સીતાજી ધ્રૂજી ઊઠ્યાં. હનુમાનના અમંગલની શંકાએ તેમને અકળાવ્યા! જેના પર પ્રેમ, હેત અને વાત્સલ્ય હોય છે, તેના અમંગલની શંકા જલ્દી પેદા થાય છે.
રાવણે પુત્રવધના સમાચાર જાણ્યા. તેનું હૃદય વેરની આગથી સળગી ઊઠ્યું. તેણે તરત ઇન્દ્રજિતને બોલાવીને આજ્ઞા કરી :
“ઇન્દ્રજિત, તું જલ્દી જ અને એ અધમ વાનરકુમારને બાંધીને લઈ આવ.” ઇન્દ્રજીત માટે આ આફત અણધારી હતી. તેની બુદ્ધિમાં વાત ઊતરતી ન હતી કે એક કપિ-સૈનિક લંકામાં કેવી રીતે ઘૂસી ગયો?
આખી વાતનું રહસ્ય લંકામાં ત્રણ જ વ્યક્તિ જાણતા હતા. એક બિભીષણ, બીજી સીતા અને ત્રીજી લંકાસુંદરી. દેવરમણ ઉદ્યાનમાં તોફાન મચાવનાર હનુમાન છે,” આ વાત હજુ રાવણના જાણવામાં આવી ન હતી. ઇન્દ્રજિતે ઉદ્યાનમાં પહોંચી જોયું તો સામે હનુમાન! ઇન્દ્રજિત હનુમાનને સારી રીતે ઓળખતો હતો. વરુણ સાથેના યુદ્ધમાં હનુમાનના પરાક્રમને એણે પ્રત્યક્ષ જોયેલું હતું, પરંતુ અત્યારે ભ્રાતૃવધથી ધૂંધવાયેલો ઇન્દ્રજિત, પૂર્વપરિચયની મધુરતા માણવા તૈયાર ન હતો. તેણે હનુમાનને કહ્યું :
“અરે વાનર, તું ઊભો રહે. અક્ષકુમારના લોહીથી ખરડાયેલી, ભૂમિ પર તારા લોહીનો છંટકાવ કરીને હું જંપીશ.”
For Private And Personal Use Only