________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭. હનુમાનનું પરાક્રમ હું જાઉ છું, પરંતુ રાક્ષસોને મારા પરાક્રમની ચપળતા બતાવતો જઈશ. પોતાને વિશ્વવિજેતા માનતો રાવણ, બીજાના પરાક્રમને ગણકારતો નથી, ભલે આજે શ્રી રામના સેવકના પરાક્રમને એ જાણે!'
હનુમાને સીતાજી સામે અનુજ્ઞા-પ્રાર્થના કરી. સીતાજીએ સંમતિ આપી. હનુમાને નમન કર્યું અને ધરાને કંપાવતા તેઓ ઉદ્યાનમાં દોડી ગયા. હનુમાને દેવરમણ ઉદ્યાનમાં ભંગલીલા ખેલવા માંડી.
અશોકવૃક્ષોને તોડવા માંડ્યાં. બકુલવૃક્ષો ઉખેડી નાંખ્યાં. સહકારે વૃક્ષો નષ્ટ કર્યા. ચંપકવૃક્ષોનો ઘાણ કાઢી નાંખ્યો. મંદાર અને કદલી વૃક્ષોનો વિનાશ કર્યો. વૃક્ષો તૂટવાનો અને પડવાનો અવાજ દ્વારરક્ષકોએ સાંભળ્યો. ઉદ્યાનના ચારે દ્વારોના રક્ષકો શસ્ત્રો સાથે દોડી આવ્યા. દેવરમણનો કચ્ચરઘાણ કાઢતા, હનુમાનને હણવા, હાથમાં મુગર લઈ, તેઓ હનુમાનને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
હનુમાને તો એ જ તોતિંગ વૃક્ષોને શસ્ત્ર બનાવ્યાં! સર્વમરૂં વત્નીયા બલવાન પુરુષો માટે બધું જ શસ્ત્રરૂપ હોય છે!
એક એક પ્રકારે એક એક દ્વારરક્ષકને યમલોક પહોંચાડતા, હનુમાને હાહાકાર મચાવી દીધો. એક નિશાચર સૈનિક રાવણ પાસે દોડ્યો. રાવણ ઉદ્વિગ્ન હતો, કેમકે મંદોદરીએ સીતાના પ્રહારો અક્ષરશઃ રાવણને કહી દીધા હતા. રાવણને સીતાની પ્રસન્નતાનું રહસ્ય સમજાતું ન હતું. તો પછી સીતા શા માટે આજે પ્રસન્ન હતી? શું એ હજુ મને ચાહતી નથી?” પ્રહરીએ આવીને, રાવણની વિચારધારામાં ભંગાણ પાડ્યું.
મહારાજા, દેવરમણ ઉદ્યાનમાં ભયંકર તોડફોડ થઈ રહી છે. કોઈ બળવાન વિદ્યાધરકુમારે ઉદ્યાનનો નાશ કરવા માંડ્યો છે. મારા સિવાય બીજા રક્ષકોને પણ મારી નાંખ્યા છે.'
અક્ષકુમારને બોલાવો.” દેવરમાણમાં વિદ્યાધરકુમાર? કોણ હશે એ? લંકામાં એ કેવી રીતે આવી ગયો? લંકાનો અભેદ્ય દુર્ગ એણે કેવી રીતે ઓળંગ્યો? દેવરમણ ઉદ્યાનમાં કેમ ગયો? શું એ રામનો કોઈ અનુચર હશે? શું એ સીતાને મળ્યો હશે?
આજ્ઞા નિવેદન કરો, પિતાજી.” અક્ષકુમારે દશમુખને વંદન કરી કહ્યું.
For Private And Personal Use Only