________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫o
જૈન રામાયણ અહીં ઊભો રહીશ તો ઉપદ્રવ થશે. એ દુષ્ટ રાવણને તારા આગમનની ખબર મળતાં જ અહીં દોડી આવશે.
માતા! તમે ચિંતા ન કરો, હું એ વાતનો પછી જવાબ આપું છું. હવે આ ભોજન પડ્યું છે તે કરી લો. એકવીસ દિવસના ઉપવાસનું પારણું કરો. મારી આ પ્રાર્થના છે. આપ ભોજન કરો, પછી જ હું અહીંથી જઈશ.”
હનુમાનના આગ્રહથી અને શ્રી રામના ઉદન્તથી પ્રસન્ન થઈ સતાજીએ દેવરમણ ઉદ્યાનમાં એકવીસ દિવસના ઉપવાસનું પારણું કર્યું. હનુમાન ત્યાં જ ઊભા રહ્યા. સીતાજી ભોજન કરતાં હતાં અને હનુમાન કહેતા હતા ?
માતા, તમે મારી માતા છો. વાત્સલ્યથી પ્રેરાઈને તમે મને અહીંથી જલ્દી જવાનું કહો છો. તમને ભય લાગે છે ખરું ને? રાવણના સુભટો મને પકડીને મારો વધ કરશે, એમ માનો છો ને?
માતા, હું શ્રી રામ લક્ષ્મણનો દૂત છું! ત્રણેય જગતને પરાજિત કરવાની, મારી તાકાત છે. ભલેને રાંકડો રાવણ એના સૈન્ય
સાથે મારી સામે આવે, હું એ સહુને પહોંચી વળે એમ છું.”
માતા! આપ અનુમતિ આપો, મારા સ્કંધ ઉપર આપને બેસાડી શ્રી રામ પાસે લઈ જાઉં. સૈન્યસહિત રાવણ જોતો રહી જાય, ધોળે દિવસે લંકામાંથી હું આપને લઈ જાઉં! ચોર રાવણ તો વનવગડામાંથી રામ-લક્ષ્મણની નજર ચુકાવી, આપને ઉપાડી લાવ્યો પણ હું સૌને દેખતાં તમને લઈ જાઉં.
સીતાજીના મુખ પર સંતોષ, આનંદ અને હર્ષ ઊભરાયો “વત્સ! તારા માટે તું કહે છે તે સર્વ શક્ય છે. તું રામ-લક્ષ્મણનો દૂત છે! વત્સ પરંતુ હું તારા સ્કંધ પર નહીં બેસું. પરપુરુષનો સ્પર્શ પણ હું નહીં કરું. તું જઈને આર્યપુત્રને સર્વ સમાચાર આપજે, પછી જે ઉચિત હશે તે આર્યપુત્ર કરશે. તેં તારું કર્તવ્ય જરાય ક્ષતિ વિના પૂર્ણ કર્યું છે. ખરેખર જ તું પરાક્રમી, સન્નિષ્ઠ રામ-સેવક છે. હવે મારું દુઃખ ગયું. તું જા. હું હવે શ્રી રામ-લક્ષમણ સાથે તારી રાહ જોતી અહીં બેઠી છું.'
0
0
0.
For Private And Personal Use Only