________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
જેને રામાયણ તારા પતિ વગેરેનો વધ થશે અને લંકા રોળાઈ જશે. પાષિષ્ઠ, તું હવે એક અક્ષર પણ મારી પાસે બોલીશ નહીં અને તારું કાળું મુખ મને બતાવીશ નહીં.”
સીતાની આંખમાંથી અંગારા વરસી રહ્યા અને વાણીમાંથી લાવા કરવા લાગ્યો. મંદોદરી સ્તબ્ધ બની ગઈ, ધ્રુજી ઊઠી. તે વધુ પ્રહારો સહવા શક્તિમાન ન હતી. ત્યાંથી ઊભી થઈ તે ચાલી નીકળી. તેને સમજ ન પડી.
તો પછી સીતા પ્રસન્ન કેમ હતી? ત્રિજટાએ આપેલા સમાચાર શું ખોટા હતા? ના, લંકાપતિ સાથે રમત રમવી તે કાળસર્પ સાથે રમત રમવા જેવી હોય છે. ત્રિજટાએ પ્રસન્નતા જોઈ જ હશે. તો શું એ પ્રસન્નતા થવાનું બીજું કોઈ કારણ હશે?'
ત્રિજટા વિલખી પડી ગઈ હતી. તે ધીમે પગલે મંદોદરીની પાછળ આવતી હતી. બીજી પરિચારિકાઓ અને ઉદ્યાનરક્ષકો ઉદ્યાનની બહાર પટરાણી પાસે ભેગાં થઈ ગયાં. મંદોદરીએ સહુના મુખે સાંભળ્યું કે સીતા આજે પ્રસન્નવદના છે!' તો પોતાની સાથે આવો દુર્વ્યવહાર કેમ કર્યો? એ પ્રશ્ન મંદોદરીને અકળાવી દીધી. પરંતુ એણે મનોમન સમાધાન કર્યું.
“મારે આ જંજાળમાં શા માટે પડવું? સીતાને વશ કરવી સરળ નથી. લંકાપતિને જેમ યોગ્ય લાગે તેમ કરે. હવે હું સીતાને સમજાવવા નહીં આવું.”
ભોજનનો સમય થઈ ગયો હતો. પરિચારિકાઓ અને ધારરક્ષકો ભોજન માટે ચાલ્યાં ગયાં. દેવરમણ ઉદ્યાનમાં સીતાજીને પ્રગટ રૂપે મળવાનો હનુમાનને સુઅવસર મળી ગયો.
હનુમાન અશોકવૃક્ષથી નીચે ઊતરી આવ્યા અને સીતા-સન્મુખ નતમસ્તકે પ્રણામ કરી, ઊભા રહ્યા.
અચાનક અજાણ્યા પુરુષને પોતાની સામે આવીને ઊભેલો જોઈ, સીતાજીએ તરત પોતાનાં વસ્ત્ર ઠીક કરી લીધાં. તે પૂર્વે હનુમાન બોલ્યા :
દેવી, લક્ષ્મણ સાથે શ્રી રામ જય પામો! આપના કુશળ સમાચાર જાણવા, શ્રી રામની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. હું ત્યાં જઈશ, સમાચાર આપીશ એટલે શ્રી રામ શત્રુવધ માટે અહીં અવિલંબ આવશે. મેં જ આપના ઉલ્લંગમાં શ્રી રામની નિશાનીરૂપ મુદ્રિકા નાંખી હતી.”
હનુમાને પુનઃ અંજલિ મસ્તકે લગાડી વંદના કરી. સીતાની આંખો અશ્રુથી ભીની થઈ ગઈ. હૈયું ગદ્ગદ્ થઈ ગયું. તેમણે પૂછયું. “વત્સ, તું કોણ છે? દુર્લધ્ય સમુદ્ર તે કેવી રીતે પાર કર્યો? મારા પ્રાણનાથ
For Private And Personal Use Only