________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિ૪૩
જૈન રામાયણ વળી આ વિશ્વમાં કઈ સ્ત્રી એવી અભાગી હશે કે જેને આપ ચાહો છતાં એ આપને ન ચાહે? શુરવીર અને રૂપવાન એવા લંકાપતિ તરફ
સીતા ઊંડે ઊંડે અનુરાગી તો હશે જ, એ તો સ્ત્રીની ગત સ્ત્રી જ જાણે! અમારો અનુરાગ જલ્દી કોઈ ન જાણી શકે. અંતઃકરણથી જેના તરફ અમે અનુરાગી હોઈએ, બહારથી એના તરફ રોષ બતાવીએ અને હૃદયથી જેના તરફ વેષ હોય, બહારથી અનુરાગ બતાવીએ!
એટલે મને પણ એમ સમજાય છે કે હવે એ આપને ચાહે છે.” “સાચું છે દેવી, હવે એ લંકાપતિ સાથે રમણે ચઢે, એ માટેનો માર્ગ તું બાંધી આપ; સત્વર તું જા અને એને સમજાવ.”
જેવી મારા હૃદયનાથની આજ્ઞા.'
મંદોદરીએ રાવણનું દૂતીપણું સ્વીકાર્યું અને દેવરમણ ઉદ્યાનમાં જવા તૈયાર થઈ. રાવણ પ્રસન્નચિત્તે પોતાના પ્રાસાદમાં આવ્યો અને મંદોદરીની રાહ જોતો બેઠો.
રંક રાવણ! સીતાના આકર્ષણમાં અંજાઈ ગયેલો રાવણ, ત્રિજટાના સમાચારને સત્ય માની લે છે! સીતાના સ્મિતનો કેવો અર્થ કરી બેઠો! જ્યાં જેની મતિ હોય છે, ત્યાં તે અર્થને ખેંચી જાય છે. સીતાના સ્મિતે, સીતાની પ્રસન્નતાએ રાવણને ઊંધા માર્ગે દોર્યો. રાવણે એના પર આશાના મહેલો બાંધી દીધા! તેના મને સીતા માટે નવી રંગીન દુનિયા સર્જી દીધી. અને હવે એ દુનિયામાં સીતા પ્રવેશે, તેની રાહ જોતો પાગલ રાવણ એ રંગીન દુનિયાના દ્વારે બેઠો!
મંદોદરી!
મતિમંદ મંદોદરી. અંધ અતિરાગમાં રાચનારી રાક્ષસ વંશની પંરપરાનો ઉજ્વલ ઇતિહાસ ભૂલીને, એ ઇતિહાસ પંરપરાનો અંત લાવી આપનારા કાર્યનું દૂતીપણું કરવા ઊપડી. ગમે તે રીતે પતિનું પ્રિય કરવું, આવા એકાંગી અશુભ સિદ્ધાંતને વરી ચૂકેલી, મંદોદરી પતિના કાર્યને ન્યાય-નીતિના ત્રાજવે તોલવાનું જાણતી ન હતી. અપહરણ કરીને ઉઠાવી લાવેલી સીતા કે જે સતી રાવણનો પડછાયો પણ નથી ચાહતી, એવું જાણવા છતાં પણ તે લંકાના સમ્રાટને વિવેક શીખવવાનું ભૂલી ગઈ. તેને તેવું સૂઝયું જ નહીં! એ સાચું કદાચ સમજતી હશે, પણ અપ્રિય સત્ય પતિને કહેવું તેણે પસંદ નહીં કર્યું હોય. ગમે તે હો, તેણે લંકા માટે, લંકાની પ્રજા માટે, રાક્ષસ વંશ માટે કે લંકાના સમ્રાટ માટે શુભ ન ચિંતવ્યું. બલકે રાક્ષસવંશની ત્યાગપ્રધાન સંસ્કૃતિના વિનાશના કાર્યમાં સાથ આપ્યો, સહયોગ આપ્યો.
For Private And Personal Use Only