________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ ઉપવાસનું પારણું
ઉ૪૫ આ શું? તેમણે ઝટ વીંટી હાથમાં લીધી, ધારી ધારીને જોવા માંડી. મુખ પર મલકાટ અને નયનોમાં તેજ આવી ગયું. “આ તો મારા રામની મુદ્રિકા.” તેમણે મુદ્રિકાને છાતી સરખી દબાવી દીધી. હનુમાન સીતાની પ્રસન્નતાથી ગદ્ગદ્ થઈ ગયા. તેમની આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ.
સીતાજીની સેવામાં રહેલી ત્રિજટાએ આજે પહેલી જ વાર સીતાના મુખ પર પ્રસન્નતા જોઈ. તે રાવણ પાસે દોડીગઈ.
મહારાજ, આજે સીતા પ્રસન્ન છે. તેના ચહેરા પર ક્યારે ય ન જોયેલી પ્રસન્નતા ઊછળી રહી છે.”
એમ? બહુ સરસ.” ત્રિજટાને રાવણે ગળામાંથી કિંમતી હાર કાઢીને ભેટ આપ્યો. રાવણ મંદોદરી પાસે દોડી ગયો.
અંતઃપુરમાં પ્રવેશતાં જ રાવણે બૂમ પાડી. “મંદોદરી.” “સ્વામીનાથ.” મંદોદરી સફાળી પલંગમાંથી બેઠી થઈ ગઈ.
પરિચારિકાઓ દૂર ખસીને ઊભી રહી. રાવણ મંદોદરીના પીંક પર બેસી ગયો.”
‘અચાનક આગમન.” ‘પ્રિયે, મારું ભાગ્ય અનુકૂળ બન્યું છે. મારી આશાઓ ફળી રહી છે.”
એમ જ હો નાથ.!” ત્રિજટાએ હમણાં જ આવીને શુભોદંત આપ્યા કે દેવી સીતા આજે પ્રસન્ન છે. તેના મુખ પરથી ગ્લાનિ દૂર થઈ ગઈ છે, વિષાદ દૂર થયો છે, તે આનંદી બની છે. મને લાગે છે કે હવે તે રામને ભૂલી ગઈ છે. ક્યાં સુધી એ ધીરતા રાખે? એણે વિચાર્યું હશે કે “હવે રામની આશા રાખવી વ્યર્થ છે. એ હવે અહીં
ક્યાંથી આવશે? જ્યારે અહીં લંકાપતિ મારી પાછળ પાગલ બની ગયો છે, તો તેની ઇચ્છા પૂર્ણ કરી સુખી બનું. સ્ત્રી કેટલી ધીરજ રાખી શકે? મેં તેની આગળ આજીજી કરવામાં પણ કસર નથી રાખી. એ પણ મનુષ્ય છે અને તેથી મારી લાગણીઓ આખરે તે સમજી ખરી.
“સ્વામી, અમે સ્ત્રીઓ ખરેખર પુરુષના પ્રેમ વિના જીવી ન શકીએ. પુરુષ વિનાની પ્રેયસી ખરે ખર ઝૂરી ઝૂરીને જીવે છે ને અંતે મૃત્યુશરણ થાય છે. સીતા પણ એક સ્ત્રી છે ને! રામના પ્રેમને વિસરવા આટલા દિવસો બસ હતાં.
For Private And Personal Use Only