________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા સાથે લગ્ન
૬૩૯ ઓળખાણ આપી. ગંધર્વરાજ હનુમાનજીને ભેટી પડ્યા. અતિથિ સત્કાર કરી, ગંધર્વરાજે કહ્યું :
હે અંજનાપુત્ર, તમે લંકા પધારો અમે સૈન્ય સાથે શ્રી રામની સેવામાં જઈએ છીએ.'
0 0 0. હનુમાનજીએ લંકાની વાટ પકડી.
આ લંકા આવી.” આકાશયાનના સંચાલકે આનંદ વ્યક્ત કર્યો. ‘આપણા આકાશયાનને લંકાની બહાર ગુપ્ત સ્થાનમાં ઉતારો.”
હનુમાનજીએ લંકા જોયેલી હતી. લંકાનાં પ્રવેશદ્વારો, લંકાની સંરક્ષણ-વ્યવસ્થા, સૈન્યનાં ગુપ્તસ્થાનો વગેરેનું તેમને સચોટ જ્ઞાન હતું. પરંતુ બિભીષણે મંત્રીવર્ગ સાથે સીતાજી અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી, લંકાની સુરક્ષાનો સુદઢ પ્રબંધ કર્યો હતો. લંકાની ચારે બાજુ “આશાલિકા' વિદ્યા સુરક્ષા કરી હતી.
આશાલિકા વિદ્યા! કરાલ કાળની ઘોર નિશા!
ભલભલા ચમરબંધીઓનાં પણ પાણી ઉતારી નાંખે. હનુમાનજીએ ‘આશાલિકાને જોઈ. તેમણે ગદા હાથમાં લીધી; પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા.
ઊભો રહે કપિ!” આશાલિકાએ ગર્જના કરી અને વિકરાળ રૂપ ધારણ કરી, આખા ને આખા હનુમાનને ગળી જવા તે હનુમાનજીની આગળ આવી.
વિદ્યાશક્તિમાં આ ચમત્કાર સર્જવાની શક્તિ હોય છે. દુનિયાને હેરત પમાડી દે તેવું મહાવિજ્ઞાન તેમની પાસે હોય છે. આવી દિવ્યશક્તિઓ આત્મામાં અનંત ભરેલી હોય છે. એને પ્રગટ કરવાની કળા જોઈએ!
હનુમાનજી તો તૈયાર જ હતા. મુખ પહોળું કરીને ધસી આવેલી આશાલિકાના મુખમાં હનુમાનજીએ ઝડપથી પ્રવેશ કરી દીધો! આશાલિકા ખુશ થઈ ગઈ. પણ તેની ખુશી લાંબી ટકી નહીં. હનુમાનજીના ગદા પ્રહારોએ તેની શક્તિને હણી નાંખી. શક્તિનો નાશ કરીને હનુમાનજીએ આશાલિકાને ચીરી નાંખી. ગદા સાથે હનુમાનજી બહાર નીકળ્યા. બસ, હવે તેમનો માર્ગ સરળ હતો. આશાલિકાએ બનાવેલા કિલ્લાને તેમણે વિદ્યાશક્તિથી તોડી નાંખ્યો. માટીના ચપણિયાની જેમ કિલ્લો તૂટી પડ્યો. કિલ્લાનો રક્ષક રાક્ષસ સુભટ વજમુખ દોડી આવ્યો. તેણે તીક્ષ્ણ ખડગ સાથે હનુમાનજી પર હુમલો કરી દીધો.
For Private And Personal Use Only